Sun Halo: સૂરજની ચમકીલી વીંટીએ સૌને ચોંકાવ્યા, શું તમે જોઈ છે આ આકાશીય ઘટના?

આકાશ તરફ નજર ઉઠાવીને જોનાર સૌ કોઈ ત્યારે ચોંકી ગયુ જ્યારે તેણે સૂરજની ચારે તરફ સપ્તરંગી વર્તુળ દેખાયુ. જાણો આ ઘટના વિશે.

આકાશ તરફ નજર ઉઠાવીને જોનાર સૌ કોઈ ત્યારે ચોંકી ગયુ જ્યારે તેણે સૂરજની ચારે તરફ સપ્તરંગી વર્તુળ દેખાયુ. બેંગલોરમાં જોવા મળેલી આ આકાશીય ઘટના બાદ ટ્વિટર પર તેની અતરંગી ફોટા વાયરલ થવા લાગ્યા. આપણામાંથી ઘણા લોકો સૂર્યોદય અને સૂર્યાસ્તના સુંદર ફોટા કેમેરામાં કેદ કરવા માટે બેચેન રહે છે પરંતુ આ આકાશીય ઘટનાએ સૂર્યના એક અલગ જ સુંદર પાસાંને દર્શાવ્યો. આમાં સૂરજને ઘેરતુ ઈન્દ્રધનુષ જોવા મળી રહ્યુ છે. જાણો છો કે સૂર્યના સપ્તરંગી વીંટી વિશે જેને Sun Halo કે રેઈનબો રિંગ ઑફ સન પણ કહેવામાં આવે છે.

કેવી રીતે બની આ ઈન્દ્રધનુષી વીંટી?

કેવી રીતે બની આ ઈન્દ્રધનુષી વીંટી?

સામાન્ય રીતે વરસાદ દરમિયાન વાતાવરણમાં હાજર પાણીના ટીંપાથી ઈન્દ્રધનુષ બનવાની ઘટના બને છે. આ સૂર્યની કિરણો પાણીના ટીંપામાં પડ્યા બાદ તેના વિકિરણના કારણે થાય છે. એ જ રીતે પૃથ્વીથી લગભગ 5થી 6 કિમી દૂર વાતાવરણમાં ઘણી વાર વરસાદની સિઝનમાં આઈસ ક્રિસ્ટલ બને છે જે હેક્ઝાગોનલ (છ સાઈડ) આકારમાં હોય છે. સૂર્યની કિરણો ક્રિસ્ટલ પર પડ્યા બાદ બંનેમાં 22 ડિગ્રીની અંતર આવી જાય છે અને જ્યારે તેને ધરતીથી જોવામાં આવે છે ત્યારે તે રેઈબોની જેમ સૂર્યની ચારે તરફ રિંગ જેવુ દેખાય છે. ઘણી વાર તેમાં 46 ડિગ્રીનુ અંતર આવે છે જેનાથી બીજી પ્રકારનો રેઈબો બને છે.

સૂર્ય સાથે જોડાયેલી કહાની

સૂર્ય સાથે જોડાયેલી કહાની

વડીલો-વૃદ્ધો પાસે આ પ્રકારની આકાશીય ઘટનાઓ સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓ અને કહાનીઓ પણ હોય છે. તેમની માનીએ તો સૂર્યદેન બધા ગ્રહોના રાજા છે અને તે જ્યારે પોતાની કચેરી લગાવે છે ત્યારે બાકીના બધા ગ્રહ તેની આસપાસ આવીને બેસી જાય છે. આના કારણે સૂર્ય એક ચમકીલા ઘેરામાં જોવા મળે છે. આ રીતની સભા લગાવીને તે પરસ્પર પોતાના સામ્રાજ્યની કુશળતા પર ચર્ચા કરે છે.

પહેલા પણ દેખાઈ ચૂક્યો છે આવો નઝારો

પહેલા પણ દેખાઈ ચૂક્યો છે આવો નઝારો

એ પહેલી વાર નથી જ્યારે આકાશમાં Sun Halo ઈફેક્ટ જોવા મળી છે. લોકોની માનીએ તો પહેલા પણ તે સૂર્યના આ રૂપને જોઈ ચૂક્યા છે. વર્ષ 2021માં તે બેંગલોરમાં જોવા મળ્યુ છે જે બાદથી તેના ફોટા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા. એવામાં બહુ ઓછા મોકા આવે છે જ્યારે આ રીતની આકાશીય ઘટનાના સાક્ષી બનવાનો મોકો મળે છે. પ્રકૃતિએ લોકોને આ રીતના દૂર્લભ દ્રશ્યનો અનુભવ કરવાનો અવસર આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X