For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી થશે પાંચ મોટા ફાયદા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટૂ રિજેક્ટના અધિકારનો ચૂકાદો આપ્યા બાદ કેટલાક પક્ષો તેનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાક પક્ષો વિરોધ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી દરમિયાન મતદારોને રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર આપવા સંબંધી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જેડીયૂ અધ્યક્ષ કેસી ત્યાગીએ કહ્યું હતું કે તે આ ચૂકાદાનું સ્વાગત કરે છે.

મતદારોને રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર મળવો જ જોઇએ. આ સાથે જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવલે પણ આ ચૂકાદાનું સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે તે આ અંગે ચૂકાદાનો અભ્યાસ કરી તેમની પ્રતિક્રિયા આપશે. જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે પત્રકારોને જણાવ્યું કે તેમની સરકાર દ્વારા દાગી નેતાઓને ટીકીટ નહી આપવા પર લાવવામાં આવેલ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઇએ.

સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર આપ્યા બાદ તેના એકદમ દૂરગામે પરિણામ સામે આવી શકે છે. જો કે આ ચૂકાદો કેટાલાક રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. જો કે રાઇટ ટૂ રિજેક્ટનો અધિકાર મળ્યા બાદ ભારતીય રાજકારણ સ્વચ્છ થઇ જશે એવી આશા વધી જવા પામી છે. આ અધિકાર મળ્યા બાદ થનાર કેટલાક ફાયદાઓ પર એક નજર કરીએ.

આ અધિકાર હાલની સિસ્ટમમાં છે

આ અધિકાર હાલની સિસ્ટમમાં છે

આ નિર્ણય બાદ જો કોઇપણ ચૂંટણીમાં કેટલાક મતોનો ત્રીસ ટકા મત રાઇટ ટૂ રિજેક્ટ પર કરવામાં આવે છે તો ત્યાં ચૂંટણીને રદ ગણાવીને ફરીથી મતદાન કરવામાં આવશે. જો કે આ અધિકાર હાલની સિસ્ટમમાં છે. પરંતુ તેના માટે મતદારે પોલિંગ બૂથ પર હાજર અધિકારી પાસે જઇને તેને ભરવું પડે છે અને મતપત્રમાં નાખવું પડે છે. વિડંબણા એ પણ છે કે તેની જાણકારી મોટાભાગના મતદારોને હોતી નથી.

ઉમેદવાર પાંચ વર્ષ માટે અયોગ્ય ગણાવવામાં આવશે

ઉમેદવાર પાંચ વર્ષ માટે અયોગ્ય ગણાવવામાં આવશે

આ નિર્ણય બાદ જો એક વખત 30 ટકા નેગેટિવ વોટિંગ થાય છે તો ત્યાં મતદારને નકારી કાઢવાની સાથે તે ઉમેદવાર પાંચ વર્ષ માટે અયોગ્ય ગણાવવામાં આવશે જે ચૂંટણીમાં ઉભા હશે.

રાજકીય પક્ષો યોગ્ય ઉમેદવાર ઉતારશે

રાજકીય પક્ષો યોગ્ય ઉમેદવાર ઉતારશે

રાઇટ ટૂ રિજેક્ટના ડરથી સાચા રાજકીય પક્ષો પર સાચા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની જવાબદારી વધી જશે.

મતોની ટકાવારીમાં વધારો થશે

મતોની ટકાવારીમાં વધારો થશે

આ અધિકાર બાદ શક્ય છે કે ચૂંટણીમાં વોટની ટકાવારીમાં પણ વધારો થશે. કારણ કે અત્યાર સુધી મતદારો એટલા માટે વોટ નાખતા ન હતા કારણ કે તેમને નકામા ઉમેદવારને પસંદ કરવાની મજબૂરી હતી. પરંતુ રાઇટ ટૂ રિજેક્ટ અધિકાર મળ્યા બાદ વ્યવસ્થાને બદલવાના હેતુંથી મતોની ટકાવારી વધવાની આશા છે.

ચૂંટણી પંચને ખાસ તૈયારીઓ કરવી નહી પડે

ચૂંટણી પંચને ખાસ તૈયારીઓ કરવી નહી પડે

આ ચૂકાદા બાદ ચૂંટણી પંચને ખૂબ તૈયારીઓ કરવી નહી પડે. કારણ કે તેને સ્ટેશન પર રાખવામાં આવેલા મશીનના એક મશીનના છેલ્લા બટન પર તેનું ઓપ્શન આપવું પડશે.

English summary
In a landmark judgement, the Supreme Court on Friday gave the citizens of India the right to reject all candidates in elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X