ફસ્ટ લૂક: સુરેશ અને પ્રિયંકા રૈનાના લગ્નની તસવીરો

ભારતીય ક્રિકેટર સુરેશ રૈના તેમની બાળપણની મિત્ર પ્રિયંકા ચૌધરી સાથે બંધાયા લગ્નગાંઠે. નવી દિલ્હીના લીલા પેલેસમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રૈનાના મિત્રો અને નજીકના સંબંધીઓએ હાજરી આપી વરવધૂને આશીર્વાદ આપ્યા.

ત્યારે આ ફંક્શનમાં ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની વાઇફ સાક્ષીએ પણ હાજરી આપી હતી. આ સિવાય કુસ્તીબાજ સુશીલ કુમાર, ક્રિકેટર મોહિત શર્મા, સ્ટીફન ફ્લેમિંગ અને ડ્વોયન બ્રાવો જેવા ક્રિકેટ જગતના અનેક જાણીતા લોકો આ લગ્નમાં હાજર રહ્યા હતા.

ત્યારે રેનાના લગ્નની કેટલીક ખાસ તસ્વીરો જુઓ આ સ્લાઇડરમાં...

પ્રિયંકા ચૌધરી બની પ્રિયંકા રૈના

પ્રિયંકા ચૌધરી બની પ્રિયંકા રૈના

દિલ્હીના લીલા પેલેસમાં યોજાયો સુરેશ રૈના અને પ્રિયંકા રૈનાનો લગ્ન સમારંભ.

લગ્નની અંગૂઠી

લગ્નની અંગૂઠી

પ્રિયંકા રૈનાએ, પહેરાવી સુરેશ રૈનાને લગ્નની અંગૂઠી. લાલ જોડામાં સજ્જ પ્રિયંકા ચોપરાની ખૂબ જ સુંદર લાગતી હતી.

મેડ ફોર ઇચ અધર

મેડ ફોર ઇચ અધર

લાલ સાડીમાં સજ્જ પ્રિયંકાએ જડતર અને મોતીની જ્વેલરી પહેરી હતી. ત્યાં જ રૈનાએ યેલા અને ગોલ્ડન શેરવાનીમાં પોતાના ઠસ્સો જમાવતા હતા. બન્નેની જોડી ખરેખરમાં "મેડ ફોર ઇચ અધર" લાગતી હતી.

પરિવારજનો સાથે

પરિવારજનો સાથે

આ ફંક્શનમાં નજીકના સગાઓને બોલાવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સુરેશ રૈના અને પ્રિયંકાનો પરિવાર એકબીજાના પહેલેથી જાણે છે અને આ બન્ને નાનપણથી મિત્રો છે.

સ્માઇલ પ્લીઝ

સ્માઇલ પ્લીઝ

લગ્ન બાદ પરિવારના સભ્યોએ વરવધૂને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે એક ફોટો માટે પોઝ આપી રહેલા સુરેશ અને પ્રિયંકા રૈના

મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યા લગ્નમાં

મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યા લગ્નમાં

ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની તેમની પત્ની સાક્ષી સાથે પહોંચ્યા સુરેશ રૈનાના લગ્નમાં.

લગ્નની તૈયારીઓ

લગ્નની તૈયારીઓ

લીલા પેલેસમાં આ હાઇફાઇ લગ્ન સમારંભ માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી હતી. લગ્ન મંડપને બ્યૂટિફૂલ પીંક અને રેડ ફૂલોથી સજાવામાં આવ્યું હતું.

મેરે યાર કી શાદી હૈ

મેરે યાર કી શાદી હૈ

સુરેશ રૈનાના લગ્નમાં હાજર રહેવા અનેક જાણીતા ક્રિકેટરોની લાઇન લાગી હતી. રૈના,મહેન્દ્ર સિંહ ધોની અને વેસ્ટઇન્ડિઝ ખેલાડી ડ્વોયન બ્રાવો સાથે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X