શરીરના આ અંગ પર તલ હોવુ છે ખૂબ જ શુભ, નહિ થાય ક્યારેય ધનની કમી
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શરીરના કયા ભાગ પર તલ હોવાનો અર્થ શું થાય છે.
નવી દિલ્લીઃ દરેક વ્યક્તિના શરીરના અંગો તેના સ્વભાવ વિશે કંઈકને કંઈક કહે છે. ઘણીવાર આપણે જોયુ છે કે લોકોના શરીરના જુદા જુદા ભાગોમાં તલ જરુર હોય છે. જેના દ્વારા આપણે સામેની વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકીએ છીએ. તલ પણ શુભ અને અશુભ વસ્તુઓ સૂચવે છે. જેમ કે શરીરના કોઈપણ ભાગ પર તલ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલાક ભાગો પર તલ હોવો અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શરીરના કયા ભાગ પર તલ હોવાનો અર્થ શું થાય છે. તમારા શરીર પરના તલ તમારા વિશે શું કહે છે? જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

કાન પર તલ
- કાનના ઉપરના ભાગમાં તલ હોવાનો મતલબ એવો થાય છે કે આવા લોકો ખૂબ જ ગરમ સ્વભાવના હોય છે. આ લોકો નાની-નાની વાતો પર ઝડપથી નારાજ થઈ જાય છે.
- જમણા કાન પર તલ હોવો શુભ હોય છે. જેમના જમણા કાન પર તલ હોય એવા લોકો બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. નાની નાની બાબતો પર તેમને રડવુ આવે છે.
- ડાબા કાન પર તલ ધરાવતા લોકો ખૂબ જ હોંશિયાર માનવામાં આવે છે. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેમનામાં આત્મસન્માનની ઉચ્ચ ભાવના હોય છે. તેઓ કંઈપણ લેવા કરતાં વધુ આપવામાં માને છે.

માથા પર તલ
- મહિલાઓના કપાળ પર તલ હોવો શુભ માનવામાં આવે છે. આ મહિલાઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. આવી મહિલાઓ કોઈની મદદ વગર પોતાનો રસ્તો જાતે પસંદ કરે છે.
- કપાળની જમણી બાજુ તલ હોવો એ જ્ઞાની હોવાની નિશાની છે. આવા લોકોને જીવનમાં ખૂબ જ ઝડપથી સફળતા મળે છે. આ લોકો છેતરપિંડી થવાથી ખૂબ જ ડરે છે.

હોઠ પર તલ
- જે લોકોના હોઠના ઉપરના ભાગમાં તલ હોય તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે.
- જે લોકોના નીચલા હોઠની જમણી બાજુએ તલ હોય તે લોકો મહેનતુ હોય છે. એટલુ જ નહિ આ લોકોને ઝડપથી સફળતા પણ મળે છે.
- જે લોકોના હોઠની ડાબી બાજુ તલ હોય તેઓ ખૂબ જ પ્રેમાળ હોય છે.
- નીચલા હોઠની મધ્યમાં તલ એ મૂડી હોવાનો સંકેત છે. આ લોકોનો સ્વભાવ સરળતાથી જાણી શકાતો નથી. આ લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે.

નાક પર તલ
- બહુ ઓછા લોકો એવા હોય છે જેમના નાક પર તલ હોય છે. પરંતુ મહિલાઓના નાક પર તલ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.કહેવાય છે કે તે જે ઘરમાં લગ્ન કરવા જાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી.
- જો નાકની ડાબી બાજુ તલ હોય તો આવા લોકો પોતાના જીવનસાથી સાથે સુખી જીવન જીવે છે. તેઓનુ લગ્ન જીવન ખૂબ જ આનંદથી પસાર થાય છે.
- જે લોકોના નાકની જમણી બાજુ તલ હોય છે તે ખૂબ જ સુંદર હોય છે.












Click it and Unblock the Notifications
