Fact: ગુજરાતના આ ગામમાં જન્મતા લોકો, ભારતના નાગરિક નથી!
ગુજરાતના 700 લોકોની આબાદી ધરાવતા ગામનું સરકારી ચોપડે નથી કોઇ અસ્તિત્વ. જાણો ગુજરાતના આ ગામ વિષે જે 35 વર્ષથી વિકાસની રાહ જોવે છે.
ગુજરાત ભારતનો જ એક ભાગ છે. પણ તેમ છતાં અહીં એક તેવું ગામ આવ્યું છે, જ્યાં કોઇ પણ બાળક જીન્મ લે તો તેને ભારતના નાગરિક તરીકેની ઓળખ નથી મળતી. કેમ? કારણ કે આ ગામ ખાલી નક્શા પર છે. ગુજરાતના સરકારી ચોપડે નહીં. અને સૌથી નવાઇની વાત તો એ છે ગામ લોકોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ વાતની જાણ છે. પણ આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી પણ અહીંના લોકોને કોઇ સુવિધાઓ નથી મળી.
ગુજરાનમાં પાવી જેતપુર તાલુકા પાસે આંબાખુટ ગામ આવેલું છે. હાલ આ ગામ અને ગામમાં રહેતા લોકો પોતાના અસ્તિત્વ માટે વલખાં મારી રહ્યા છે. જેનુ મુખ્ય કારણ આંબાખુટ ગામ રેવન્યૂ રેકોર્ડ પરથી નામ નીકળી જવું. 35 પહેલા આવું થયું હતું. ગ્રામજનો દ્વારા અનેક આવેદન પત્ર આપવામાં આવ્યા પણ હજી સુધી આ ગામને ન્યાય નથી મળ્યો. ત્યારે તેવું તો શું થયું કે નક્શા પર રહેલા આ ગામનું અસ્તિત્વ જ વિસરાઇ ગયું?
વિગતવાર વાંચો આ અંગે અહીં....

શું છે કારણ?
વર્ષ 1979 માં જયારે સુખી ડેમ બનાવાની શરૂઆત થઈ હતી. ત્યારે 22 ગામો ડુબાણમા ગયા હતા. જેમા આંબાખુટ ગામ આખુ ડુબાણમા ગયુ હતુ. તે પછી કોઈ પુનર્વસન કરવામા આવ્યુ નહતું. ઉપરાંત કોઈ ગ્રામ પંચાયતમાં પણ તેનો સમાવેશ ના કરવામાં આવ્યો. આ ગામમાં રહેતા લગભગ 700 જેટલા લોકો જાતે જ પુનર્વસન કરી ગામ ઊભું કર્યું. પણ સરકારી સહાય ન હોવાથી અને રેવેન્યૂ રેકોર્ડમાં નામ ન હોવાથી આ ગામનું અસ્તિત્વ જ જીતું રહ્યું.

ના શાળા, ના સુવિધા
સરકારી ચોપડે નામ ના હોવાના કારણે અહીં ના તો કોઇ શાળા ચાલે છે. ના કોઇ પ્રકારની સુવિધાઓ છે. ગામમાં એક શાળા શરૂ કરવામાં પણ આવી હતી તે પણ હવે બંધ થઈ ગઇ છે. જેના લીધે અહીંના બાળકો અભણ રહી રહ્યા છે. વધુમાં ગ્રામજનોના બાળકો પાસે જન્મના દાખલા નથી થયા હતા. અહીં કોઇની પાસે જીવન, મરણના પોતાના દાખલા જ નથી. ગુજરાત સરકારના વર્ષ ૧૯૭૯ ના જી.આર. પ્રમાણે આ ગામના લોકોને જમીન, શાળા, આરોગ્ય લક્ષી સુવિધાઓ તેમજ સરકારના અન્ય લાભો આપવાના હતા. પરંતુ પછી બધી વાતો ખાલી ચોપડે જ રહી ગઇ. હાલ તો ગામના લોકો જંગલ માંથી વનપેદાશો વીણી લાવીને પોતાનુ ગુજરાન ચલાવવા મજબૂર બની ગયા છે.

પીએમ મોદી પણ ખબર છે!
ગ્રામજનોના જણાવ્યા મુજબ તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેંદ્ર મોદીને પણ પોતાની વ્યથા ઠાલવી ચુક્યા છે પરંતુ તેઓને આજદીન સુધી કોઇ પરિણામ મળ્યુ નથી. ગામ રેવન્યુ રેકોર્ડમા ન હોવાથી ગામમાં ગ્રામ પંચાયત પણ નથી જેથી સ્વાભાવિક રીતે સરપંચ પણ ના હોય. આ લોકો ગામની સમસ્યાની રજૂઆત કરે તો કરે કોને?

ના શૌચાલય ના લાઇટ!
હાલમા દેશભરમા સ્વચ્છતા મિશન ચાલી રહ્યુ છે. અને ગામેગામ અને ઘેર ઘેર શૌચાલય સરકાર બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ આંબખુટ ગામમા ૭૦૦ લોકોની વસ્તી હોવા છતાય આજદીન સુધી એક પણ શૌચાલય નથી બન્યુ. એટલું જ નહીં અહીં ઇલેક્ટ્રીસિટી પણ નથી. કેશુભાઇની સરકાર વખતે જીઇબી વાળાએ લાઈટની વ્યવસ્થા કરી આપી હતી. અને તે પણ ગણ્યા ગાંઠ્યા લોકોને જ.

700 લોકોની મજબૂરી
આંબાખુટ ગામમાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો વસે છે. હાલ તો આ આદીવાસી ગ્રામજનોને જીવન નિર્વાહ કરવા માટે મજૂરી કરવા અથવા વનપેદાશો વીણી લાવીને પોતાનુ ગુજરાન ચાલવવાની ફરજ પડે છે. આ ગામના લોકો જંગલની પાસે જ વસતા હોવાથી દિવસે જંગલ માંથી ગુંદર,લાખ, ટીમરૂ પાન, વગેરે વન પેદાશો લાવીને વેચીને દિવસના અંતે ૫૦ , ૧૦૦ રૂપીયા મળવી લે છે. જેથી તે પોતાનુ જીવન નિર્વાહ કરી શકે. જ્યારે કેટલાક લોકો કચ્છ અને કાઠીયાવાડમાં મજૂરી જાય છે. ત્યારે શું વિજય રૂપાણી કે ગુજરાત સરકારના કાને કોઇ રીતે આ ગામની વ્યથા પડશે ખરા? શું તેનો કોઇ ઉકેલ આવશે ખરા.












Click it and Unblock the Notifications
