ભારતમાં દોડે છે દુનિયાની એકમાત્ર ટિકીટ વગરની ટ્રેન, જાણો ક્યાં રાજ્યમાં ચાલે છે આ ટ્રેન?
ભારતમાં ટ્રેન મુસાફરી માટે મહત્વનું માધ્યમ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનની ચોક્કસ રૂપિયાની ટિકીટ ખરીદવી પડે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક ટ્રેનમાં તમે મફત મુસાફરી કરી શકો છો.
ભારતમાં દરરોજ 12 હજારથી વધુ ટ્રેનો દોડે છે. આમાંથી એક ટ્રેન મફતમાં મુસાફરી કરાવે છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે એક પણ રૂપિયો ચુકવવી પડતી નથી.

આ ટ્રેનનું નામ ભાંગડા-નાંગલ ટ્રેન છે અને તે પંજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર ચાલે છે. આ ટ્રેન ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા નાંગલ અને ભાખરા વચ્ચે ચલાવવામાં આવે છે.
અહીં દુનિયાભરમાંથી લોકો ડેમને જોવા આવે છે અને આ ટ્રેનમાં મફત મુસાફરીનો આનંદ માણે છે. ભારતીય રેલવેની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ટ્રેનની શરૂઆત વર્ષ 1948માં થઈ હતી.
જણાવી દઈએ કે, તે સમયે ભાખરા નાંગલ ડેમનું નિર્માણ થઈ રહ્યું હતું. આ ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત એટલા માટે અનુભવાઈ હતી કારણ કે જ્યારે ભાખરા અને નાંગલ ડેમ તૈયાર કરવામાં આવ્યો ત્યારે કોઈ પરિવહન સુવિધા નહોતી.
આવી સ્થિતિમાં ડેમ બનાવવા માટે વિશાળ સાધનો અને મશીનોની જરૂર હતી અને તેને રેલ્વે દ્વારા અહીં પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી આ ટ્રેન દોડી રહી છે.
શરૂ થઈ ત્યારથી આજ સુધી 1948માં શરૂ થયેલી આ ટ્રેનમાં અનેક મુસાફરો મુસાફરી કરે છે. પહેલા મુસાફરોની સંખ્યા ઓછી હતી પરંતુ હવે તેમાં દરરોજ 800 થી વધુ મુસાફરો મુસાફરી કરે છે.
આ ટ્રેન શિવાલિકા પહાડીઓ થઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે લગભગ 13 કિલોમીટરનું અંતર કાપે છે.












Click it and Unblock the Notifications
