પોતાની પત્નીને કહીને જુઓ આ વાતો, દિલમાં ઉમટી પડશે તમારા પ્રત્યે અનેક ગણો પ્રેમ

પોતાની પત્નીને તમે આ વાતો કહીને જુઓ, તમારા પ્રત્યે તેનો પ્રેમ અને સ્નેહ અનેક ગણો વધી જશે.

સમાજમાં લગ્નના સંબંધને બહુ પવિત્ર અને સમ્માનિત માનવામાં આવે છે. આમાં બે અલગ પરિવાર એક બને છે. લગ્નનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. પતિ પત્નીના સંબંધને મજબૂતી આપવા માટે બંનેએ પોતાના તરફથી પ્રયત્ન કરવાની જરૂર હોય છે. જો નાની નાની વાતોને દિલથી લગાવી લેવામાં આવે તો સાથે રહેવુ પણ મુશ્કેલ બની જશે. અહીં તમને અમુક એવી ટિપ્સ મળી શકશે જે તમારી પત્નીને તમારી વધુ નજીક લઈ આવશે. પોતાની પત્નીને તમે આ વાતો કહીને જુઓ, તમારા પ્રત્યે તેનો પ્રેમ અને સ્નેહ અનેક ગણો વધી જશે.

હું છુ ને, તુ ટેન્શન ના લે

હું છુ ને, તુ ટેન્શન ના લે

મોટાભાગે પુરુષોની આ આદત હોય છે કે પત્નીની કોઈ ભૂલ થવા પર તે તરત ગુસ્સે થઈ જાય છે. તમે આવી સ્થિતિમાં પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને તેમને કહો કે કંઈ વાંધો નહિ, આવી ભૂલ થઈ જાય છે. તુ ચિંતા ના કર. હું છુ ને, હું બધુ ઠીક કરી દઈશ. તમારો આવો જવાબ સાંભળીને તમારી પત્નીના તમારા દિલમાં તમારુ સમ્માન વધી જવુ નિશ્ચિત છે.

આજે તારો દિવસ કેવો રહ્યો

આજે તારો દિવસ કેવો રહ્યો

તમારી પત્ની વર્કિંગ હોય કે હાઉસ વાઈફ એ જરૂરી નથી કે તમારો દિવસભરનો હાલ જાણવાની જવાબદારી માત્ર તેમની છે. કોઈ દિવસ તમે પણ તેમના દિવસભરની ગતિવિધિઓ વિશે પૂછો. તેમની જણાવેલી વાતોને સાંભળો. જો કામ માટે તમારી પત્ની કોઈ તણાવમાં હોય તો તેની મુશ્કેલીઓ પર ધ્યાન આપો અને શક્ય હોય તો તેને ઉકેલવાનો પણ પ્રયત્ન કરો.

ફોન કે મેસેજ કરવો

ફોન કે મેસેજ કરવો

તમારી પાર્ટનર જ્યારે પણ બહાર જાય ત્યારે તેને તમે બસ એટલુ કહી દો કે પહોંચીને કૉલ કે મેસેજ કરજે. તમારી બસ આ એક લાઈન તેને અહેસાસ કરાવી દેશે કે તમે એનુ કેટલુ ધ્યાન રાખો છો. તેને દિલથી બહુ ખુશી થશે અને તે બહુ હળવુ ફીલ કરશે. તેને એ યાદ રહેશે કે કંઈ પણ થવા પર તમે એના માટે હાજર રહેશો.

હું આ કરી દઉ છુ

હું આ કરી દઉ છુ

પરિણીત મહિલાઓ ઉપર જવાબદારીઓ ઓછી નથી હોતી. તેને ઘરના કામો સાથે બહાર પણ સંતુલન જાળવવાનુ હોય છે. જો તમે જોઈ રહ્યા હોવ તે તમારી પત્ની ઘણા બધા કામોમાં વ્યસ્ત છે તો તમે તેની મદદ માટે કહી દો આ કામ હું કરી દઉ છુ. આટલુ સાંભળીને તે સમજી જશે કે તમને એનુ ધ્યાન છે અને તમે એની મદદ કરવા ઈચ્છો છો. મળીને કામ કરવાથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવે છે.

તારી સાથે સમય પસાર કરવો ગમે છે

તારી સાથે સમય પસાર કરવો ગમે છે

રોજ ઓફિસ અને અન્ય કામોના કારણે તમે એકબીજાને સમય ના આપી શકતા હોય તો તમે વીકેન્ડ પર પોતાની પત્ની સાથે રહો. તેને કહો કે તેની સાથે સમય પસાર કરવો તમને સારો લાગે છે. આ સાંભળ્યા બાદ તેને ખાસ અનુભવાશે. તે આ વાતને સમજશે કે તમે સાથે રહેવા ઈચ્છો છો પરંતુ સમય ન મળવાના કારણે તમે સમય નથી આપી શકતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X