આ દેશમાં એક પણ રોડ કે રેલ માર્ગ નથી, લોકો આવી રીતે કરે છે ટ્રાવેલ
તમે એક જગ્યાએથી જવા માટે મોડાભાગે રોડથી કે પછી રેલવે દ્વારા જતા હશો. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં રોડ કે રેલવે છે જ નહીં, અહીં લોકો એક અલગ જ વાહનથી મુસાફરી કરે છે.
આજે આપણે જે દેશની વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ ગ્રીનલેન્ડ છે. ગ્રીનલેન્ડ આર્કટિકનો એ વિસ્તાર જ્યાં ચારે બાજુ બરફ છે. ગ્રીનલેન્ડ એક સ્વશાસિત દેશ છે પરંતુ ડેનમાર્ક દ્વારા નિયંત્રિત છે.

ગ્રીનલેન્ડ ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનો 12મો સૌથી મોટો દેશ છે અને બ્રિટન કરતાં 10 ગણો મોટો છે. તેના 20 લાખ ચોરસ કિલોમીટરમાં માત્ર ખડકો અને બરફ છે. અહીંની વસ્તી માત્ર 58 હજાર છે.
ગ્રીનલેન્ડમાં કોઈ પરિવહન સુવિધાઓ નથી. અહીં કોઈ રેલ્વે કે આંતરિક જળમાર્ગ પણ નથી જેના દ્વારા તમે શહેરો વચ્ચે મુસાફરી કરી શકો. હાલ લોકો માત્ર પ્લેન દ્વારા ગ્રીનલેન્ડની રાજધાની ન્યુક પહોંચી શકે છે.
ગ્રીનલેન્ડમાં પરિવહનનું મુખ્ય માધ્યમ ઉનાળામાં હોડી અને શિયાળામાં ડોગ સ્લેજ છે. ડોગ સ્લેજ કૂતરાઓ દ્વારા ખેંચાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં હેલિકોપ્ટર અને પ્લેનનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે.
ચીનની આના પર નજર છે અને તે અહીં કબ્જો કરવાની મેલી મુરાદ રાખે છે. ચીને આર્ક્ટિક બરફ દ્વારા માલસામાનની અવરજવર માટે માર્ગો બનાવવા માટે ઘણા આઇસબ્રેકર્સ મોકલ્યા છે.
આઇસબ્રેકર્સ એ જહાજો છે જે બરફ પર ચાલે છે, જે અહીંના લોકો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. જો કે સમગ્ર વિશ્વ એ હકીકતથી ચિંતિત છે કે આમાં પરમાણુ સંચાલિત આઇસબ્રેકર્સનો ઉપયોગ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
