પાણીપુરીના આ ફાયદા સાંભળીને તમે બે પકોડી વધુ ખાશો
પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. નાના કે મોટા તમામ માટે પાણીપુરી પહેલી પસંદ છે.
પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. નાના કે મોટા તમામ માટે પાણીપુરી પહેલી પસંદ છે. જો કે પાણીપુરી ખાવાથી મોઢામાં ચાઠા પડે કે પછી પેટ ખરાબ થઈ જાય તે વાતો સાંભળી છે. પરંતુ તમને એ જાણીને આનંદ થશે કે પાણીપુરી પેટ બગાડવાના બદલે પાચનતંત્રને સરખું કરે છે.
જી હાં, પાણીપુરી સારી સ્થિતિમાં તમારી તબિયત સુધારે છે. પાણીપુરીનું ચટાકેદાર પાણી ઘણાંબધા મસાલા ભેગા કરીને બને છે, જે એસીડિટી અને પેટના દુખાવા જેવી સમસ્યાને ભગાડે છે.
ચાલો જાણીએ પાણીપુરીનું પાણી કઈ બીમારી દૂર કરે છે.

ઓળખાય છે અલગ અલગ નામથી
આમ તો દેશભરમાં પાણીપુરી જુદા જુદા નામે પ્રચલિત છે. મહારાષ્ટ્રમાં પાણીપુરી, હરિયાણામાં પાની કે પતાશે, ઉત્તર પ્રદેશમાં પાની કે બતાશે કે પાતાશી, તો બિહારમાં ફુલ્કી, પ.બંગાળમાં પુચકે, ઉડીશામા ગુપચુપ અને ગુજરાતમાં પકોડી તરીકે ઓળખાય છે. ચાલો જાણીએ પાણીપુરી ખાવાથી કેવી રીતે આરોગ્ય સારુ રહે છે.

વજન ઘટે છે
જો પાણીપુરી યોગ્ય રીતે બનાવાઈ હોય, તો તે મોટાપાને દૂર કરે છે. પાણીપુરીનું પાણી ગળ્યું હોવાના બદલે તેમાં ફૂદીનો, હિંગ, લીંબુ કે કાચી કેરી નાખેલી હોય તો તે તમારું વજન વધતું અટકાવી શકે છે. પાણીમાં ટામેટાનો ઉપયોગ ન કરવો જ યોગ્ય છે. સાથે જ જો પાણીપુરીની પકોડી રવાના બદલે લોટથી બને અને ઓછી તળેલી હોય તો વધુ ફાયદાકારક છે. જો પાણીપુરી તમારી ફેવરીટ છે અને તમે વજન વધવાને કારણે તે ખાવાથી ડરો છો, તો તમે ઘરે જ તમારી રીતે બનાવી શકો છો.

મોઢાના છાલાથી મુક્તિ
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે મોઢામાં છાલા પડે તો લોકો તીખું ખાવાની સલાહ આપે છે. જી હાં, તીખું ખાવાથી છાલા મટી જાય છે. પાણીપુરીમાં જલજીરા, ફૂદીનો અને આમલી હોય છે. તેની તીખાશ, અને ખટાશ પેટ સાફ કરવાની સાથે સાથે મોઢામાં પડેલા છાલાનું પાણી કાઢીને તેને સુકવી દે છે. જો કે વધુ પ્રમાણમાં પાણીપુરી ખાવાથી તમારી તબિયત બગડી પણ શકે છે.

એસિડીટીમાં ફાયદો
કેટલાક લોકોને મુસાફરી દરમિયાન કે બંધ વાતાવરણમાં ગભરામણ થાય છે. ક્યારેક વોમિટિંગ જેવું પણ થાય છે. ત્યારે લોટમાંથી બનેલી 4-5 પાણીપુરી ખાવાથી તરત જ આરામ મળે છે.

મૂડ કરે છે ફ્રેશ
ગરમીના દિવસોમાં બહાર ફરવાને કારણે તરસ વધુ લાગે છે, થાક લાગે છે. આવી સ્થિતિમાં જો ફક્ત પાણી પીવાના બદલે પાણીપુરી ખાઈ લો. જો તમે પાણીપુરી ખાદા બાદ પાણી પીશો તો બિલકુલ ફ્રેશ ફીલ થશે.

બપોરે ખાવાનો પણ ફાયદો
પાણીપુરી ખાવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે. સાંજના સમયે પાણીપુરી ખાવાથી વજન વધવાની બીક રહે છે. તો કસરત કરતા પહેલા કે કસરત કર્યા બાદ પાણીપુરી ખાવાથી નુક્સાન થાય છે. પાણીપુરી રવાના બદલે લોટની બનેલી ખાવ અને તેમાં મસાલામાં ચણા કે વટાણાના બદલે મગની કે ચણાની દાળનો ઉપયોગ ફાયદાકારક છે.

સતર્ક રહો
પાણીપુરી ખાતા સમયે સ્વચ્છતા સૌથી અગત્યની છે. ખાસ કરીને ચોમાસામાં હાઈજીન પર વધુ ધ્યાન આપવું જોઈએ. નહીં તો પેટને લગતી બીમારી લાગી શકે છે.












Click it and Unblock the Notifications
