કોરોનાકાળમાં જો ઘરમાં કામવાળા આવતા હોય તો આ સાવચેતી રાખો

કોરોના કાળમાં જો તમારા ઘરે કામવાળી કે પછી મેડ આવતી હોય તો પોતાની સુરક્ષા કરવાના ઘણા નિયમોનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે.

કોરોના કાળમાં જો તમારા ઘરે કામવાળી કે પછી મેડ આવતી હોય તો પોતાની સુરક્ષા કરવાના ઘણા નિયમોનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે. આમ તો આ દિવસોમાં બધા સજાગ જ હોય છે ભલે તે તમારી કામવાળી જ કેમ ન હોય. તેને પણ બધા નિયમોની માહિતી હશે પરંતુ ઘણી વાર લોકો વાતોને ગંભીરતાથી નથી લેતા અને ભૂલો કરી દેતા હોય છે. એવામાં પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમારા આગળ આવે મેડને આની માહિતી આપવી પડશે અને તેને આ નિયમોનો ફોલો કરવા માટે કહેવુ પડશે. આવો જાણીએ કે કયા છે તે નિયમો.

મેડના ઘરે આવવા પર આ વાતોનુ જરૂર ધ્યાન રાખો

મેડના ઘરે આવવા પર આ વાતોનુ જરૂર ધ્યાન રાખો

  • જો તમારા ઘરમાં મેડ આવવા લાગી હોય અથવા તમે કોઈ નવા સર્વન્ટને કામ પર રાખવા માંગતા હોય તો આ વાતોનુ ધ્યાન રાખો કે તે જગ્યાએ આવી રહી છે, તેની આસપાસ કોઈ કોરોનાનો દર્દી ન હોય. આ વિશે સારી રીતે તપાસ કરીને જ તેને કામ પર રાખો નહિતર તમને પણ ભારે નુકશાન સહન કરવુ પડી શકે છે.
  • જ્યારે કાવાળી ઘરે આવે તો તેને પોતાના હાથ-પગને સારી રીતે ધોવા માટે કહો. હાથને હેન્ડવૉશથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ધોવા માટે કહો. તમે તેના માટે મેઈન ગેટ પર જ પાણી અને હેન્ડ વૉશ મૂકી શકો છો. હાથ ધોયા બાદ તેને હાથ પર લગાવવા માટે સેનિટાઈઝર જરૂર આપો.
જો નિયમોનુ પાલન ન કરે તો તેના પર કડકાઈ કરો

જો નિયમોનુ પાલન ન કરે તો તેના પર કડકાઈ કરો

  • એ વાતનુ ધ્યાન રાખો કે તે પોતાના ચંપલ ઘરની બહાર કાઢે. ચંપલને ઘરની અંદર ન લાવવા દો. તેને ઘરમાં પહેરવા માટે સાફ ચંપલ આપો. જ્યારે તે જતી રહે ત્યારે તેણે જે ચંપલ પહેર્યા હતા તેને ડિસઈન્ફેક્ટ જરૂર કરો.
  • કામવાળી જો નિયમોનુ પાલન ન કરે તો તેના પર કડકાઈ કરો અને તેને ફેસ માસ્ક પહેરવા માટે કહો. જો બની શકે તો તેના ઘરે આવવા પર તેને નવુ માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ આપો.
  • જ્યારે કામવાળી ઘરમાં હાજર હોય ત્યારે માત્ર તેને જ નહિ પરંતુ ઘરના અન્ય સભ્યોને પણ માસ્ક પહેરવા માટે કહો. આનાથી કોવિડ-19થી ખતરો ઓછો થશે.
બાળકો અને વૃદ્ધો હોય તો આ વાતનુ ધ્યાન રાખો

બાળકો અને વૃદ્ધો હોય તો આ વાતનુ ધ્યાન રાખો

  • જો તમારા ઘરમાં બાળકો અને વૃદ્ધો હોય તો એ વાતનુ ધ્યાન રાખો કે તેમને કોઈ બહારની વ્યક્તિના સંપર્કમાં ન આવવા દો. જ્યારે ઘરે કામવાળી આવે તો બાળકો અને વૃદ્ધોથી તેમને દૂર બેસવા કહો.
  • મેડને ઘરની કોઈ પણ વસ્તુને હાથ ન લગાવવા દો. જ્યાં સફાઈની જરૂર હોય માત્ર એ જ જગ્યા કે વસ્તુને તેને અડવા દો. તેના દ્વારા ધોયેલા વાસણોનો ઉપયોગ કરતા પહેલા ફરીથી તેને જરૂર ધોઈ લો. સાથે જ વ્યક્તિગત હાઈજીનનુ પણ ધ્યાન રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X