આ છે દુનિયાના સૌથી ખૌફનાક શહેર, હત્યા અને ડ્રગ્સમાં સૌથી અવ્વલ

દુનિયામાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે ત્યારે કેટલાક શહેર દુનિયાભરમાં ગુનાખોરી માટે કુખ્યાત છે. આ શહેરોમાં મર્ડર અને ડ્રગ્સ સામાન્ય બાબત છે અને શરીફ લોકો માટે જગ્યા નથી.

દુનિયામાં ગુનાખોરીની વાત આવે તો કેટલાક ખાસ શહેરોના નામ સામે આવે છે. આ લિસ્ટમાં 9 જેટલા શહેરો સામેલ છે. આ શહેરોમાં કોઈપણ સમયે હત્યાઓ, લૂંટ અને ડ્રગ્સ મળી રહે છે.

Crime

અહેવાલો અનુસાર, નામ મેક્સિકો દુનિયાનો સૌથી ઘાતક દેશ છે. મેક્સિકો સિટીની સંસ્થા સિટિઝન્સ કાઉન્સિલ ફોર પબ્લિક સેફ્ટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસે 2022 સુધીના ડેટા પર આધારિત રિપોર્ટમાં આ ખુલાસા કર્યા છે.

આ સંસ્થા 2013થી દેશોમાં હત્યાના દર પર નજર રાખી રહી છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. આ સંશોધનમાં તે દેશોના શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી જ્યાં યુદ્ધનો માહોલ છે.

આ અહેવાલમાં 10માંથી 9 શહેરો મેક્સિકોના છે. માત્ર એક શહેર અમેરિકાનું ન્યુ ઓર્લિયન્સ છે અને તે 8માં સ્થાને છે. આ શહેરમાં હત્યાનો દર 1 લાખ નાગરિકોમાંથી 70.6 છે. એટલે કે 1 લાખમાંથી 70.6 લોકોના મોત હત્યાને કારણે થાય છે.

આ લિસ્ટમાં મેક્સિકોનું કોલિમા શહેર સૌથી ઉપર છે. અહીં 1 લાખ લોકોમાંથી 181.9 લોકોના મર્ડર થાય છે. બીજા સ્થાને ઝામોરા છે, જેનો દર 1 લાખ નાગરિક દીઠ 177 મૃત્યુ છે. આ યાદીમાં ત્રીજું નામ સિયુદાદ ઓબ્રિગોનનું છે.

આ સિવાય હોમીસાઈડ મામલે 50 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો તેમાંથી કુલ 17 શહેરો મેક્સિકોના છે. આ મામલે મેક્સિકો ટોપ પર છે. બીજા સ્થાને બ્રાઝિલ છે અને તેના 10 શહેરો સામેલ છે.

આ લિસ્ટમાં અમેરિકાના 8 શહેરો સામેલ છે. ચોથા સ્થાને કોલંબિયા છે. તેના 6 શહેરો સામેલ છે. ગયા વર્ષે ડેટા જાહેર કરતા સંગઠને કહ્યું હતું કે સતત છઠ્ઠા વર્ષે મેક્સિકન શહેર યાદીમાં ટોચ પર છે અને તે વિશ્વમાં સૌથી ખતરનાક છે.

જણાવી દઈએ કે, મેક્સિકો ડ્રગ્સના મામલામાં ટોપ પર છે. ગ્લોબલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, કોકેઈનના સૌથી વધુ વેપારની યાદીમાં મેક્સિકો સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X