For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વાસ્તુદોષના લીધે ઘરમાં થાય છે ચોરીઓ...!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 જૂન: કોઇ ઘરમાં ચોરી કેમ થાય છે? નબળી સુરક્ષા વ્યવસ્થા કે માલિકની લાપરવાહી. પરંતુ તમે વિશ્વાસ નહી કરો કે વાસ્તુદોષ પણ ઘરમાં ચોરી કરાવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘરમાં ઉત્પન્ન વાસ્તુદોષ ચોરી માટે જવાદાર હોય છે.

વાસ્તુ ગુરૂના જણાવ્યા અનુસાર ચોરી અને ડકૈતીની ઘટનાને વાસ્તુ કેટલીક હદે પ્રભાવિત કરે છે. જે ઘરોમાં વાસ્તુ સંબંધી દોષ હોય છે તે સામાન્ય રીતે તે ઘરોમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે છે.

વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર જે ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ અગ્નિ એટલે પૂર્વ દિશાના અંતિમ ભાગમાં દક્ષિણ તરફ હોય છે તે ઘરમાં ચોરીની આશંકા પ્રબળ હોય છે. એવા ઘરમાં કલેશ અને અગ્નિ સંબંધી દુર્ઘટના પણ ઘટે છે.

જો ઘરનો મુખ્ય દરવાજો બહારની તરફ નમેલો હોય છે તેને જલદી ઠીક કરાવી દેવો જોઇએ. આના લીધે મકાન માલિક મોટાભાગે ઘરથી દૂર રહે છે અને ઘરમાં ચોરીની આશંકા રહે છે. પૂર્વ અને દક્ષિણ ભાગ ઘર અને આંગણથી નીચા હોય છે તેને ઉંચા કરવાની વ્યવસ્થા કરી લે કારણે ઘરનો આ ભાગ વાસ્તુદોષ તમારી જમા પૂંજી ચોરી કરાવી શકે છે. આ વાસ્તુદોષથી શત્રુઓના કારણે નુકસાન થાય છે.

theft

ઉત્તરની અપેક્ષાએ પશ્વિમ ભાગ વધારે મોટો હોવો દોષપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતીમાં વિરોધીઓની સંખ્યા વધતી જાય છે અને ઘરમાં ચોરીની ઘટનાઓ બને છે. પૂર્વ અને ઉત્તર દિશામાં મુખ્ય દ્વાર ત્રાંસો ન હોવો જોઇએ. આનાથી ચોરીની આશંકા વધી જાય છે.

ચોરી તથા દુર્ઘટનામાં ઘટાડો લાવવા માટે હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે અગ્નિ દિશામાં ઢાળ ન હોય. આ દિશામાં ખાડા તથા બોરવેલ, કુવા તથા પાણીની ટાંકી ના હોય. દક્ષિણ દિશામાં ઉત્તર દિશા કરતાં વધુ સામાન રાખો, પશ્વિમ દિશામં પૂર્વ દિશા કરતાં ઓછી ખાલી જગ્યા રાખો. ચાર દિવાલોની દક્ષિણ, નૈઋત્ય અને પૂર્વ અગ્નિમાં મુખ્ય દ્વાર ના હોય.

English summary
This Vastu Dosh causes theft in home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X