Friendship Tips : આ રીતે દોસ્ત પાસેથી કઢાવો ઉધાર આપેલા પૈસા
મિત્રની મજબૂરી સમજીને લોકો તેને પૈસા ઉછીના આપે છે. મિત્ર એ પણ ખાતરી આપે છે કે, તે શક્ય તેટલી વહેલી તકે તેમના પૈસા પરત કરશે. જોકે, કેટલીકવાર ઘણા એવા મિત્રો હોય છે, જે ઉછીના લીધેલા પૈસા પરત કરવાનું પણ ભૂલી જાય છે.
Friendship Tips : દુનિયામાં એ લોકો ક્યારેય એકલા કે દુઃખી નથી હોતા, જેમની પાસે સારા અને સાચા દોસ્ત હોય છે. મિત્ર ઘણી મુસીબતોમાંથી બચાવી લે છે. ઘણીવાર મિત્રો વચ્ચે પૈસાની આપ લે પણ થાય છે. આવા સમયે મિત્ર લીધેલા પૈસા પરત કઢાવવામાં પરસેવનો વળી જાય છે. આવા સમયે અમે તમને અમુક રીતો જણાવી રહ્યા છીએ, જેનાથી તમે તમારા મિત્રને ઉધાર આપેલા નાણા પરત મેળવી શકો છો.
કેટલીકવાર ઘણા એવા મિત્રો હોય છે, જે ઉછીના લીધેલા પૈસા પરત કરવાનું પણ ભૂલી જાય છે
આર્થિક મુશ્કેલીમાં લોકો હંમેશા પરિવાર બાદ મિત્ર તરફ વળે છે. તે તેની સમસ્યાઓ તેના મિત્રો સાથે શેર કરે છે અને તેમની મદદ લે છે, પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે, ત્યારે ઉધાર લેનાર મિત્ર અને ઉધાર આપનાર મિત્ર બંનેએ સાવચેત રહેવું જોઈએ. મિત્રની મજબૂરી સમજીને લોકો તેને પૈસા ઉછીના આપે છે. મિત્ર એ પણ ખાતરી આપે છે કે, તે શક્ય તેટલી વહેલી તકે તેમના પૈસા પરત કરશે. જોકે, કેટલીકવાર ઘણા એવા મિત્રો હોય છે, જે ઉછીના લીધેલા પૈસા પરત કરવાનું પણ ભૂલી જાય છે.
સાવધાની સાથે કેટલીક રીતથી તમે તેની પાસેથી પૈસા પરત મેળવી શકો છો
જે વ્યક્તિ મદદ કરે છે, તે પૈસા પરત કરવાની વાત નથી કરતો, જેથી મિત્રને ખરાબ ન લાગે, પરંતુ લાંબા સમય બાદ પણ જો તમારો મિત્ર ઉછીના લીધેલા પૈસા પરત ન કરી રહ્યો હોય, તો તમારે તેની સાથે તેના વિશે વાત કરવાની જરૂર છે. જો તમારો પણ કોઈ મિત્ર છે, જે પૈસા લીધા બાદ પરત નથી કરી રહ્યો અને કોઈને કોઈ બહાનું બનાવી રહ્યો છે, તો સાવધાની સાથે કેટલીક રીતથી તમે તેની પાસેથી પૈસા પરત મેળવી શકો છો.
તમારી જરૂરિયાત વિશે જણાવો
જો તમે કોઈ મિત્રને ઉછીના લીધેલા પૈસા પાછા માંગવા માંગતા હો, તો તેને તમારી જરૂરિયાત જણાવો. મિત્રને કહો કે, તમારે આ સમયે પૈસાની સખત જરૂર છે. જો તમે ઇચ્છો, તો તમે તમારી જરૂરિયાત સાબિત કરવા માટે કોઈ પુરાવા પણ બતાવી શકો છો. આ સાથે મિત્ર પણ તમારી મદદ માટે પૈસા પરત કરવાનો પ્રયાસ કરશે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, પૈસાની લેવડ-દેવડ અંગે કોઈ પણ મિત્ર સાથે માત્ર રૂબરૂમાં જ વાત કરો, તેમની પાસેથી ફોન કે, મેસેજ દ્વારા પૈસાની માંગણી ક્યારેય ન કરો.

પૈસાના હપ્તાઓ નક્કી કરો
જો તમે કોઈ મિત્રને મોટી રકમ આપી છે, જે તે પરત કરી શકતો નથી, તો ઉધાર લીધેલા પૈસા પરત કરવા માટે એક હપ્તો નક્કી કરો. તમારા મિત્ર સાથે ચર્ચા કરો કે, તે દર મહિને કેટલા પૈસા ચૂકવી શકે છે. જેથી મિત્ર પર પણ પૈસાનો બોજ ન વધે અને મોડું થાય તો પણ પૈસા પાછા મળી શકે. જો કોઈ મિત્ર બહાનું બનાવે છે, તો તેને તક આપશો નહીં અને પૈસાની લેવડદેવડના કરાર પર હસ્તાક્ષર કરાવી લો.
કોઇ વસ્તુ સામે આપે
જો કોઈ મિત્ર ઉધાર લીધેલા પૈસા પરત કરવામાં અચકાય છે, તો તેની કેટલીક વસ્તુઓ તમારી પાસે રાખો. મિત્રને કહો કે તમે તેની કાર, ઘરના કાગળો અથવા અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુઓ ગેરેન્ટી તરીકે મૂકવા માંગો છો. આનાથી મિત્ર તેમની વસ્તુ પરત લેવા માટે તમારા પૈસા પરત કરવાનો પ્રયાસ કરશે. તમારી ખાતરીપૂર્વકની વાત પર તમારો મિત્ર ગુસ્સે થઈ શકે છે, તેથી તેને અનુભવ કરાવો કે, તમે તેની પાસે તેની કંઈક વસ્તુ માંગી રહ્યા છો, જેથી તમે પણ તમારા પરિવારના સભ્યોને સમજાવી શકો.
મિત્રો પાસેથી મદદ મેળવો
જો ઉછીના લીધેલા પૈસા પરત કરવા ઉપરોક્ત પદ્ધતિઓ અપનાવ્યા બાદ પણ મિત્ર પૈસા પરત ન કરી રહ્યો હોય, તો તમે તમારા કોમન ફ્રેન્ડ્સની મદદ લઈ શકો છો. જોકે આ છેલ્લી રીતમાંથી એક છે. જો તમે ઇચ્છો, તો તમે તમારા મિત્રના પરિવાર સાથે પણ વાત કરી શકો છો. સંભવ છે કે, જ્યારે પરિવાર અને અન્ય મિત્રોને આ વિશે ખબર પડે, ત્યારે તેઓ શરમ અનુભવે અને તમારા પૈસા પરત કરે.












Click it and Unblock the Notifications
