19 વર્ષની ભુત બનીને સરકારી ઓફિસોના ચક્કર કાપી રહી છે મહિલા, દર્દનાક છે પોતાને જીવીત સાબિત કરવાની કહાની
કેટલાક લોકો સરકારી ઓફિસોના ચક્કરમાં એવા ફસાઈ જાય છે કે તેમના કાગળ પુુરા થતા જિંદગી પુરી થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મધ્યપ્રદેશની એક મહિલા 40 વર્ષથી પોતાને જીવીત સાબિત કરવા ઓફિસોના ચક્કર લગાવી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક મહિલાની દર્દનાક કહાની સમાચારોમાં આવતી રહે છે. તમને જાણીને દુખ થશે કે 59 વર્ષની આ મહિલા પંચાયત, એસડીએમ, કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને છેલ્લા 19 વર્ષથી કાગળ પર પોતાને જીવિત સાબિત કરવા અપીલ કરી રહી છે.

આ કહાની એટલી અજીબ છે કે આજસુધી આ મહિલાની કોઈએ દરકાર કરી નથી. આ સર્ટિફિકેટને કારણે મહિલાને ન તો અનુકંપાભરી નિમણૂકનો લાભ મળી રહ્યો છે અને ન તો પીએફનો, ન તો કોઈ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળી છે. તે છેલ્લા ઘણા સમયથી તે અન્ય લોકોના સહારે જીવવા મજબૂર છે.
આ મહિલાની ઉમર વધી રહી છે પરંતુ સરકારી અધિકારીઓ તેને જીવીત માનવા તૈયાર નથી. હવે સ્થિતી એ છે કે આ ઉમરે પણ તે એક પછી એક સરકારી ઓફિસોના પગથિયા ઘસવા મજબુર છે.
સાગરના સદરમાં રહેતી 59 વર્ષીય સુમન સિંહ ઠાકુરના પતિ મુલાયમ સિંહ અનુપપુર જિલ્લામાં કોલસાની ખાણમાં ફાઇટર તરીકે કામ કરતા હતા. 2003માં બીમારીના કારણે તેમનું અવસાન થયું. આ પછી પરિવારે જીવન નિર્વાહ કરવાના પડકારનો સામનો કરવો પડ્યો.
દીકરો રાહુલ નાનો હોવાથી માતાએ પોતે જ દયા નિમણૂક માટે અરજી કરી. અહીંથી મહિલાને જે જાણવા મળ્યુ તેને તેના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેમને જે કાગળ મળ્યો તેમાં લખ્યું હતું કે તેણીનું 40 વર્ષ પહેલા વર્ષ 1983માં તેનું અવસાન થયું છે અને મક્રોનિયા ગ્રામ પંચાયતમાં તેની નોંધણી થઈ છે.
આ મૃત્યુ પ્રમાણપત્ર વર્ષ 2004માં આપવામાં આવ્યું હતું. ત્યારથી મહિલા સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહી છે, જેથી તેનું મૃત્યુ પ્રમાણપત્ર રિજેક્ટ કરવામાં આવે. આ પત્રના કારણે મહિલાને ન તો નિમણૂક મળી રહી છે અને ન તો કોઈપણ સરકારી યોજનાનો લાભ પણ મળી રહ્યો છે.
માતા અને પુત્ર બીજાના ઘરે રહીને દિવસો પસાર કરી રહ્યા છે. પુત્રને અન્ય લોકો માટે મજૂર તરીકે કામ કરવાની ફરજ પડે છે. મા-દીકરો કોર્ટમાં લડ્યા અને જીત્યા પણ હજુ સર્ટીફિકેટ તેમનું તેમજ છે.












Click it and Unblock the Notifications
