આ રેલ્વે સ્ટેશનથી કોઈ ટ્રાવેલ નથી કરતુ તો પણ ટિકિટ વેચાય છે, જાણા ક્યાં આવેલુ છે આ સ્ટેશન?
ભારતીય રેલ્વે દેશની લાઈફલાઈન કહેવાય છે. એક અંદાજ મુજબ એવુ કહેવાય છે કે ભારતમાં દરેક સમયે 5 થી 7 કરોડ લોકો રેલ્વેમાં ટ્રાવેલ કરતા રહે છે. આ સ્થિતીમાં ભારતમાં એક એવુ સ્ટેશન આવેલુ છે જ્યાં લોકો ટ્રેનમાં ટ્રાવેલ કર્યા વગર પણ ટિકિટ ખરીદી રહ્યા છે.
ભારતમાં જ આવેલુ આ રેલવે સ્ટેશન તેની હિસ્ટ્રીને લઈને પણ ચર્ચામાં રહ્યું છે. અહીં લોકો ટિકિટ ખરીદે છે પરંતુ મુસાફરી કરતા નથી. આવુ કરવા પાછળ એક ખાસ કારણ છે.

ભારતનું આ વિચિત્ર રેલવે સ્ટેશન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલુ છે. અહીં લોકો ટિકિટ ખરીદે છે પરંતુ મુસાફરી કરતા નથી. દયાલપુર રેલ્વે સ્ટેશન ત્યાંના લોકોને કારણે ચર્ચામાં રહે છે. 1954 માં બનાવવામાં આવેલુ આ રેલવે સ્ટેશન લોકો માટે મોટી રાહતનું સાધન હતુ.
રેક સ્ટેશનની જેમ ત્યાં પણ ટ્રેન ઉભી રહેતી. આગળ જતા 50 વર્ષ પછી રેલવેએ આ સ્ટેશનને બંધ કરી દીધુ. ત્યારબાદ 2006માં સ્થાનિકોએ સ્ટેશનને ફરીથી શરૂ કરવાની માંગ કરી અને 2020 માં રેલવેએ તે સ્ટેશનને ફરીથી શરૂ કરાયુ.
બીજી તરફ રેલવેના નિયમો અનુસાર, જો કોઈ સ્ટેશન પર લાંબા સમય સુધી 50 થી ઓછી ટિકિટનું વેચાણ થાય છે તો તે સ્ટેશનને બંધ કરી દેવામાં આવે છે. આ સ્ટેશન 2006 માં આ જ કારણોસર બંધ કરવામાં આવ્યું હતું.
હવે આ સ્ટેશન ફરીથી બંધ ન થાય તે માટે નજીક રહેતા લોકો દરરોજ ટિકિટ ખરીદે છે અને મુસાફરી કરતા નથી. તેમના આ પ્રયાસની આજે ખૂબ ચર્ચા છે. આ જ કારણ છે કે આજે સ્ટેશન કાર્યરત છે. અને હંમેશની જેમ ટ્રેન ત્યાં જ ઉભી રહે છે.












Click it and Unblock the Notifications
