• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કોણ છે દાઉદી વોહરા સમાજ જેના કાર્યક્રમમાં શામેલ થયા છે પીએમ મોદી

|

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈંદોરમાં દાઉદી વોહરા મુસ્લિમ સમાજના 53 માં ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સાથે કાર્યક્રમમાં ભાગ લીધો. વોહરા સમાજના ઈતિહાસમાં આવુ પહેલી વાર થયુ છે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે ચંપલ પહેર્યા વિના મસ્જિદમાં પ્રવેશ કર્યો અને મજલિસમાં શામેલ થયા. તેમણે વોહરા સમાજની પ્રશંસા કરતા તેમની રાષ્ટ્રભક્તિને દેશ માટે ઉદાહરણરૂપ ગણાવી.

હવે સવાલ એ છે કે આ વોહરા કોણ છે જેમના ધાર્મિક કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી શામેલ થયા છે...

કોણ છે વોહરા?

કોણ છે વોહરા?

સામાન્ય રીતે મુસ્લિમોના બે જ વર્ગ વિશે લોકોને ખબર છે અને તે વર્ગ છે શિયા અને સુન્ની પરંતુ આ બંને વર્ગો ઉપરાંત ઈસ્લામના અનુયાયીગણ 72 ફિરકામાં વહેંચાયેલા છે. આ જ 72 ફિરકોમાંથી એક છે વોહરા મુસ્લિમ સમાજ. જેમાં શિયા અને સુન્ની બંને હોય છે. શિયા વોહરા દાઉદીના કાયદાનું પાલન કરે છે જ્યારે સુન્ની વોહરા હનફી ઈસ્લામિક કાયદાનું પાલન કરે છે.

આ પણ વાંચોઃ સૈફી મસ્જિદમાં પીએમ મોદી, ‘વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ દેશ માટે ઉદાહરણરૂપ'

શું છે વોહરાનો અર્થ?

શું છે વોહરાનો અર્થ?

વોહરા ગુજરાતી શબ્દ વહોરાઉ એટલે કે વેપારનો અપભ્રંશ છે. તે 11 સદીમાં ઉતરેલા મિસ્રથી ધર્મ પ્રચારકોના માધ્યમથી ભારત આવ્યા હતા. 1539 બાદ ભારતમાં તેમનું પોતાનું મુખ્યાલય સ્થાપિત થઈ ગયુ હતુ પરંતુ તેના થોડા સમય બાદ જ આ સમાજ ભાગમાં વહેંચાઈ ગયો, આ વિભાજન થયુ દાઉદ બિન કુતબ શાહ અને સુલેમાનના અનુયાયીઓ વચ્ચે ત્યારબાદ સુલેમાન ચીફ તો યમનમાં રહે છે પરંતુ દાઉદી વોહરાઓનું મુખ્યાલય મુંબઈમાં રહે છે.

ભારતમાં 15 લાખ માત્ર દાઉદી વોહરા

ભારતમાં 15 લાખ માત્ર દાઉદી વોહરા

ભારતમાં વોહરા સમાજની સંખ્યા 20 લાખની આસપાસ બતાવવામાં આવી છે જેમાંથી 15 લાખ માત્ર દાઉદી વહોરા છે. આ સમાજની ઓળખ ઘણી સમૃદ્ધ, સંભ્રાંત અને શિક્ષિત લોકો રૂપે થાય છે. આ સમાજના મોટાભાગના લોકો વેપારી છે. તે મુખ્ય રીતે મુંબઈ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, દાહોદ, પૂણે, નાગપુર, ઉદયપુર, ભીલવાડા, ઉજ્જૈન, ઈન્દોર, શાજાપુરમાં નિવાસ કરે છે. આ ઉપરાંત તેમની કેટલીક પ્રજાતિ પાકિસ્તાન, બ્રિટન, અમેરિકા, દુબઈ, ઈરાક, યમન અને સાઉદી અરબમાં પણ છે. તેઓ પોતાને બીજા મુસ્લિમોથી વધુ સારા સમજે છે.

સૈયદના ડૉ.મુફદ્દલ સૈફૂદ્દીન

સૈયદના ડૉ.મુફદ્દલ સૈફૂદ્દીન

વોહરા સુફીઓ અને મઝારો પર ખાસ વિશ્વાસ રાખે છે, દાઈ-અલ-મુતલક દાઉદી વોહરાને સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ પદ હોય છે. 52 માં દાઈ-અલ-મુતલક ડૉ.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન હતા. તેમના નિધન બાદ જાન્યુઆરી 2014 થઈ પુત્ર સૈયદના ડૉ.મુફદ્દલ સૈફૂદ્દીનને તેમના ઉત્તરાધિકારી તરીકે 53 માં દાઈ-અલ-મુતલક રૂપે જવાબદારી સંભાળી છે.

પોશાક પણ અલગ

પોશાક પણ અલગ

તેમન પોશાક પણ બીજા મુસ્લિમોથી અલગ છે. આ સમાજની મહિલાઓ કાળા રંગના બુરખાના બદલે રંગીન બુરખા પહેરે છે કે જે લાલ, નીલા, લીલા કે ગુલાબી હોય છે. તે જીન્સ અને વેસ્ટર્ન કપડા પણ પહેરે છે. વોહરા મહિલાઓ રિદા પહેરે છે જેમાં મહિલાઓ ચહેરો નથી ઢાંકેલો હોતો. જ્યારે પુરુષો પેન્ટ શર્ટથી લઈ કુર્તા-પાયજામા પહેરે છે અને દાઢી રાખે છે. એકતાનું પ્રતીક વોહરા સમાજની એક વાત છે તેમની એકતા. તેઓ જમીન પર બેસીને એક મોટા થાળમાં એકસાથે જમે છે. પૂછ્યા વિના જ કોઈ નવુ વ્યક્તિ તેમની થાળીમાં જમી શકે છે પરંતુ સમાજના કેટલાક નિયમ બહુ કડક છે. જેમ કે આ સમાજના દરેક વ્યક્તિ પાસે પોતાનું એક આઈડી કાર્ડ હોવુ જરૂરી છે. તેમણે પોતાના ગુરુની વાત માનવી જરૂરી છે. તેઓ લગ્નથી લઈને દફન થવા સુધીના નિયમ બનાવે છે.

આ પણ વાંચોઃ ચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની

English summary
Today, Pm Narendra Modi Attends Dawoodi Bohra Programe In Indore, Madhya Pradesh. Read Important facts about This community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more