ધાર્મિક પ્રથાઓના રિવાજ જેને આપ્યું ફક્ત 'દર્દ'
નવી દિલ્હી, 23 જૂન: દુનિયાના બધા દેશોમાં અલગ-અલગ ધર્મો પાળવામાં આવે છે. ક્યાંક હિન્દુ તો ક્યાં મુસ્લિમ, કેટલાક લોકો ઇસાઇ ધર્મમાં માને છે તો કેટલાક લોકો બૌદ્ધ ધર્મના ઉપાસક છે. બધ ધર્મોની પોતાની એક પરંપરા હોય છે અને રીત પણ. કેટલાક ધર્મના અંતર્ગત જુનારીત-રિવાજો આજેપણ જિવિત છે જેને નિભાવવા માટે સિંહ જેવું કાળજું જોઇએ. આ એવા રિવાજો છે જેને હવે સામાન્ય માણસ જોવાનું પણ પસંદ કરતો નથી પરંતુ દુર્ભાગ્ય છે કે અત્યાર સુધી તેને નિભાવવા પડે છે.

આત્મ-મમીકરણ
આ એક પ્રક્રિયા છે જેના અંતર્ગત વ્યક્તિ કે પછી મહિલા આત્મ-મમીકરણ કરે છે. આ પ્રક્રિયાને કરવા માટે સંબંધિત પુરૂષ તથા મહિલાને 3 વર્ષ માટે થોડા ભોજનથી ગુજારો કરવો પડે છે. જાપાન અને તેના પડોશી દેશોમાં આ પ્રક્રિયા અજે પણ કરવામાં આવે છે.

આકાશ અંત્યેષ્ટિ
આ પ્રક્રિયાના અંતર્ગત સંક્રમિત કે પછી મૃત શરીરને ઉંચા-નીચા પહાડો પર રાખવામાં આવે છે. સંક્રમિત શરીરને રાખ્યા બાદ સમડી અને ગિધ જેવા પક્ષીઓ તેના શરીરને ખાઇ જાય છે. આમ એટલા માટે કરવામાં આવે છે કે જેથી શરીર તરીકે પદ્ધતિસર વાયુમંડળમાં અપશિષ્ટ થઇ જાય.

ઓકિપા સમારોહ
આ સમારોહને ભારતમાં સૌથી વધુ રહ્યું છે. ઓકિપા સમારોહના અંતર્ગત સંબંધિત વ્યક્તિને 4 દિવસ માટે એક ઝૂંપડીમાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ તેના શરીરમાં સોંઇઓ ઘુસાડવામાં આવે છે. આ પ્રક્રિયાને પુરી કરવા માટે વ્યક્તિને 4 દિવસો સુધી ખાવા-પીવાનું હોતું નથી. આ પ્રક્રિયાને કરવા પાછળની એવી માન્યતા છે કે ઇશ્વરની પ્રાપ્તિ થાય છે.

ઉઝરડાની પ્રથા
બધા જાણે છે કે જ્યારે કોઇ પોતાને સજા આપે છે તો તે સ્વયંના શરીરને સળગાવી દે છે કે પછી કાપી નાખી નાખે છે. પરંતુ ગુઆના નામના દેશમાં પશ્વાતાપ કરવાની આવી પ્રક્રિયા છે જેના અંતર્ગત આખા શરીરને ઉઝરડવામાં આવે છે.

આત્મપીડન
મુસ્લિમ સમુદાયના અંતગર્ત કરવામાં આવતી આત્મપીડન પ્રક્રિયા અંતગર્ત લોકો સ્વંયને ચાકૂ અને તલવારથી કાપે છે. શરીરથી લોહી નિકળ્યા બાદ આવું માની લેવામાં આવે છે કે અલ્લાહએ માફ કરી દિધા.

અધોરી
તેમને શિવ ભગવાનના ભક્ત માનવામાં આવે છે. અધોરીઓની સૌથી વધુ સંખ્યા વારાણસીમાં જોવા મળે છે. તેમની સૌથી ખરાબ આદત એ હોય છે કે તે મરેલા માણસોને ખાય છે.

બાળકીને ફેંકવી
બાળકીને ફેંકવાના રિવાજ અંતર્ગત મોટાભાગે 1 અથવા 2 વર્ષની માસૂમ બાળકીને 50 ફૂટ ઉંચાઇથી ફેંકવામાં આવે છે. લોકો નીચે ઉભા રહીને બાળકીને પકડે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આ પ્રક્રિયા આજે પણ કરવામાં આવે છે. આમ કરવા પાછળ માન્યતા છે કે છોકરી શુભ થશે.

દાંત ખસવા
ઇન્ડોનેશિયામાં આદિવાસી લોકો આજે પણ દાંત ઘસવાની પ્રક્રિયાને છોડી શક્યા નથી. માનવામાં આવે છે કે જો યુવા મહિલાઓના દાંત ઘસી દેવામાં આવે તો તે વધુ આકર્ષક અને સુંદર લાગે છે.












Click it and Unblock the Notifications
