8 ઓક્ટોબર: પૂર્ણ ચંદ્ર ગ્રહણ, જાણો આપની રાશિ પર તેનો પ્રભાવ

[પં.અનુજ કે શુક્લ] આજે આઠ ઓક્ટબર છે, આજના દિવસે વર્ષનું છેલ્લું ગ્રહણ થવાનું છે. મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં ચંદ્ર ગ્રહણનું સૂતક લાગી ચૂક્યું છે અને થોડી જ વારમાં ચંદ્ર ગ્રહણ શરૂ થઇ જશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, કારણ કે આ સમયે ભારતમાં દિવસ છે.

અત્રે નોંધનીય બાબત છે, કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આની અસર 12 રાશિયોના જાતકો પર પડે છે. વનઇન્ડિયા આપને અહીં જણાવશે કે આ ગ્રહણનો આપની રાશિ પર શું પ્રભાવ પડશે.

એ પહેલા જાણો ગ્રહણનો સમય...

બપોરે 1:45 વાગ્યે સૂતક લાગશે
બપોરે 2:48 વાગ્યે ગ્રહણ શરૂ થશે
સાંજે 4:10 વાગ્યે પૂર્ણ ચંદ્ર ગ્રહણ શરૂ થશે.
સાંજે 4:55 વાગ્યે પૂર્ણ ગ્રહણ લાગશે.
સાંજે 4:55 વાગ્યે પૂર્ણ ચંદ્ર ગ્રહણ સમાપ્ત થશે
સાંજે 6:04 વાગ્યે ચંદ્ર ગ્રહણ સમાપ્ત થશે.
સાંજે 7:05 વાગ્યે સૂતક સમાપ્ત થશે.

આપની રાશિ પર પૂર્ણ ચંદ્ર ગ્રહણનો શું પ્રભાવ પડશે જાણવા માટે સ્લાઇડરમાં જુઓ આપની રાશિ. અને ગ્રહણનો લાઇવ વીડિયો છેલ્લી સ્લાઇડરમાં જુઓ...

મેષ

મેષ

વ્યયની માત્રામાં વધારો થશે. અજાણ્યા લોકો સાથે વધારે નિકટતા ના સ્થાપો. રોજી અને રોજગારમાં પ્રગતિ થશે.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક યોજનાઓ ફળદાયી નીવડશે. ઘર અને પરિવારમાં સુખદ વાતાવરણ બની રહેશે. દવાઓ પર વધારે વ્યય થઇ શકે છે.

મિથુન

મિથુન

કોઇ શુભ સમાચાર મળવાના સંકેત દેખાઇ રહ્યા છે. સંતાન તરફથી મન પ્રસન્ન રહેશે. જીવન સાથી પ્રત્યે મન ઉદાસીન હોઇ શકે છે.

કર્ક

કર્ક

આ રાશિવાળા લોકો સાવધાની રાખે નહીંતર અપયશનો શિકાર બની શકે છે. આવક અને વ્યયમાં સમાનતાની સ્થિતિ બની રહેશે. દ્વિધાજનક સ્થિતિયોથી બહાર નિકળવું પડશે.

સિંહ

સિંહ

કેટલાંક લોકોને શારિરીક અને માનસિક સમસ્યા રહી શકે છે. કોઇના પર ટિકા-ટિપ્પણી કરવાથી બચવું. ધનનો ખર્ચ સમજી વિચારીને જ કરવો.

કન્યા

કન્યા

જીવન સાથીને કષ્ટ થવાની સંભાવના છે. પરિવારમાં થોડા કલેહનું વાતાવરણ બની શકે છે. આપ જરૂરિયાત કરતા વધારે વાર્તાલાપ ના કરો. રોગથી બચાવ કરો.

તુલા

તુલા

સુખ અને સમૃદ્ધિ બની રહેશે જેમાં મન પ્રસન્ન રહેશે કોઇ અજાણી વ્યક્તિ આપની સાથે નીકટતા વધારવાની કોશીશ કરે તો સાવધ રહો. આવકમાં વધારો થવાના સંકેત છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

પરિવાર અને પોતાના કાર્યની ચિંતા બની રહેશે. સમજી-વિચારીને નિર્ણય લેવામાં જ સમજદારી છે. આપ પોતાના જ લોકો દ્વારા શોષણનો શિકાર બની શકો છો. વ્યય પ્રમાણ વધશે.

ધનુ

ધનુ

અકારણ કોઇ વિવાદમાં ફસાઇ શકો છો. માટે વાણી અને કાર્યશૈલિમાં સંતુલન બનાવી રાખો. જરૂરી કામો પર ધનનો વ્યય પહેલા કરો બાદમાં ઇચ્છા પૂરી કરવાની વસ્તુઓ ખરીદો.

મકર

મકર

આ રાશિના જાતકોને લાભ થવાના સંકેત છે. જીવન સાથી સાથે મધુરમ સંબંધ બની રહેશે. રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. ધનથી સંબંધિત મામલામાં આવી રહેલી અડચણો દૂર થશે.

કુંભ

કુંભ

ધન સંબંધિત લેવળ-દેવળમાં સાવધાન રહો નહીંતર નુકસાન થઇ શકે છે. જરૂરીયાત કરતા વધારે કોઇની પર વિશ્વાસ ના કરો. તમારા કામથી કામ રાખો, બીજાઓના કામમાં દખલગીરી ના કરો.

મીન

મીન

આ રાશિના કેટલાંક લોકોને શારિરીક અથવા માનસિક પીડા થઇ શકે છે. કોઇ અનહોની ભયથી મન ચિંતિત રહેશે. જીવન સાથી સાથે કલેહ થઇ શકે છે.

પૂર્ણ ચંદ્ર ગ્રહણનો લાઇવ વીડિયો જુઓ

પૂર્ણ ચંદ્ર ગ્રહણનો લાઇવ વીડિયો જુઓ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X