વધારે લાઈટ બીલથી પરેશાન છો? આટલુ કરો બીલ અડધુ થઈ જશે
સામાન્ય પરિવારો માટે લાઈટ બીલની મોટી રકમ મુશ્કેલી સમાન હોય છે. પરિવારો પોતાના લાઈટ બીલ ઘટાડવા માટે ઘણુ કરતા હોય છે તો પણ મોટુ બીલ આવતુ હોય છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારૂ લાઈટ બીલ અડધુ કરી દેશે.

CFL અને જૂના બલ્બ હટાવો
જો તમારા ઘરમાં હજુ પણ CFL અને જૂના બલ્બ છે તો તેને LED બલ્બથી બદલી દો. LED બલ્બ વધુ કાર્યક્ષમ અને ટકાઉ હોય છે અને તે વધુ પ્રકાશ આપે છે.
BEE રેટિંગ પર ખાસ ધ્યાન આપો
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા જારી કરાયેલ BEE સ્ટાર લેબલનો ઉપયોગ ઉપકરણોની ઊર્જા કાર્યક્ષમતાને માપવા અને પ્રમાણિત કરવા માટે થાય છે. સ્ટાર રેટિંગ્સ એકથી પાંચ સુધી અપાય છે. આમાં ફાઇવ સ્ટાર કાર્યક્ષમ ઉપકરણ છે. 5 સ્ટાર રેટિંગ ધરાવતું ઉપકરણ 1 સ્ટાર રેટેડ ઉપકરણની તુલનામાં 30 જેટલી વીજળી બચાવી શકે છે.
જરૂર વગરના ડિવાઈસ બંધ કરો
મોટાભાગના લોકો ઉપયોગમાં ન હોય ત્યારે રિમોટનો ઉપયોગ કરીને એસી અથવા ટીવી જેવા ઉપકરણોને બંધ કરી દે છે. પરંતુ આ કર્યા પછી પણ આ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં રહે છે અને વીજળીનો વપરાશ કરે છે. તેથી આ ઉપકરણોને સંપૂર્ણપણે બંધ કરવાથી વીજળીની બચત થશે.
AC ને 24 ડિગ્રી પર ચલાવો
ઉનાળામાં AC નો ઘણો ઉપયોગ થાય છે, જેના કારણે વીજળીનું બિલ પણ વધી જાય છે, પરંતુ જો તમે AC ને 24 ડિગ્રી પર ચલાવો છો તો તમે વીજળીનો વપરાશ ઘટાડી શકો છો. આ તાપમાન રૂમને ઠંડક આપવા માટે પૂરતું છે અને વીજળીની બચત પણ કરે છે.
BLDC ફેનનો ઉપયોગ કરો
કરંટ મોટર સીધી સીધી પાવર પર ચાલે છે. પરંપરાગત ઇન્ડક્શન મોટર આધારિત ફેનની તુલનામાં BLDC ફેન 60 ટકા સુધી વીજળી બચાવી શકે છે. તો આજે જ અપડેટ કરી દો.












Click it and Unblock the Notifications
