જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય વિશે તમને કેટલું ખબર છે?
ફરી એકવાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચર્ચામાં છે, કારણ છે નોર્થવેસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસ, જેમણે JNUનું નામ બદલવાની માગ કરી છે.
ફરી એકવાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ચર્ચામાં છે, કારણ છે નોર્થવેસ્ટ દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસ, જેમણે JNUનું નામ બદલવાની માગ કરી છે. JNUમાં એક કાર્યક્રમ દરમિયાન સૂફી ગાયકે કહ્યું કે મારું કહેવું છે કે આ યુનિવર્સિટીનું નામ બદલીને MNU કરી નાખવું જોઈએ. આખરે મોદીના નામે તો કંઈક હોવું જોઈએ. સાથે જ તેમણે જમ્મુ કાસ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે કહ્યું કે દુઆ કરો કે બધે શાંતિ રહે, બોમ્બ ન ફૂટે. આપણા પૂર્વજોએ ભૂલો કરી છે, આપણે ભોગવી રહ્યા છીએ, હવે આગળ એવું કશું ન ભોગવવું પડે જે બધાના ભલા માટે થયું હોય.

JNU હંમેશા હોય છે ચર્ચાનો વિષય
સાંસદ હંસરાજ હંસના આ નિવેદન બાદ ફરી એકવાર જેએનયુ સમાચારોમાં છે. ક્યારેક અસુર મહિષાસુરની પૂજા તો ક્યારેક પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારાને કારણે આ યુનિવર્સિટી ચર્ચાનો વિષય બને છે. ચાલો આજે અમે તમને જણાવીએ JNU અંગેની કેટલીક એવી બાબતો જેને જોઈને તમે ચોંકી ઉટશો. આ આંકડા કેટલાક દિવસો પહેલા ઝી ન્યૂઝે રજૂ કર્યા હતા.

વિજય દિવસ
વર્ષ 2010માં જ્યારે નક્સલી હુમલામાં દંતેવાડામાં 75 જવાનો શહીદ થયા ત્યારે JNUમાં વિજય દિવસ મનાવાયો હતો.
વાર્ષિક સરકારી ખર્ચ
JNUમાં દરેક વિદ્યાર્થી પર થતો વાર્ષિક ખર્ચ 3 લાખ છે.

મહિષાસુર દિવસ
જ્યારે આખા દેશમાં દુર્ગા પૂજા મનાવવામાં આવે છે, ત્યારે JNUમાં મહિષાસુર દિવસ મનાવાય છે.
બીફ ફેસ્ટિવલ
વર્ષ 2012માં JNUમાં બીફ ફેસ્ટિવલ મનાવાયો હતો, જેના પર હાઈકોર્ટે રોક લગાવી હતી.

50 ટકા કિસ્સા JNUના
દિલ્હીમાં યૌન શોષના 100 કેસમાંથી 50 કેસ JNU સાથે જોડાયેલા હોય છે.
244 કરોડ રૂપિયા
સરકારી મદદના દર વર્ષે JNUને 244 કરોડ રૂપિયા સરકારી મદદ તરીકે અપાય છે.

કેટલીક ખાસ વાતો
આમ તો જવાહરલાલ નેહરુ યુનિવર્સિટ નવી દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય યુનિવર્સિટી છે. તેમાં માનવ વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, વિજ્ઞાન, આંતરરાષ્ટ્રીય રિસર્ચ સહિતના વિષયોમાં ઉચ્ચ સ્તરનું શિક્ષણ અને રિસર્ચ અંગે સંલગ્ન ભારતના અગ્રણી સ્થાનોમાંની એક છે. JNUને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદે જુલાઈ 2012માં કરેલા સર્વેમાં ભારતની બેસ્ટ યુનિવર્સિટી માની છે. NACCએ યુનિવર્સિટીને 4 માંથી 3.9 ગ્રેડ આપ્યા છે, જે દેશની કોઈ પણ સંસ્થાને મળેલા સૌથી વધુ ગ્રેડ છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા












Click it and Unblock the Notifications
