15મી ઓગસ્ટ સ્પેશ્યલ :અમરનાથ યાત્રાળુઓ માટે સલીમ શેખ બન્યો દેવદૂત

Written By:
Subscribe to Oneindia News

માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશો આતંકવાદથી પીડાય છે. આ એક એવી સમસ્યા છે, જેમાં લોકોને ધર્મના નામે મોતને ઘાટ ઉતારી નાખવામાં આવે છે. કોઇ પણ ધર્મમાં કોઇપણ કારણસર હત્યા કરવાનું કહેવામાં નથી આવ્યું. આતંકવાદીઓ ધર્મના નામે ઘણા આવા ખોટા કામ કરે છે. આવા લોકોનો ના તો કોઈ ધર્મ હોય છે કે ના કોઈ મઝહબ. તેની સાબિતી આપે છે સલીમ શેખ. જુલાઈના પહેલા સોમવારે અમરનાથ યાત્રાળુઓ પર ગોળીબાર કરનાર આતંકવાદી અબુ ઈસ્માઈલ છે, તો એ યાત્રાળુઓકનો જીવ બચાવનાર ડ્રાઈવર એટલે કે સલીમ શેખ પણ એક મુસ્લિમ જ છે.

કોઈ ધર્મ વેર કરવાનું નથી શિખવતો

કોઈ ધર્મ વેર કરવાનું નથી શિખવતો

અમરનાથ યાત્રાળુઓની જે બસ પર આતંકી હુમલો થયો હતો, તે બસનો ડ્રાઈવર સલીમ શેખ હતો. તેણે પોતાના જીવને જોખમમાં મુકી યાત્રાળુઓનો જીવ બચાવ્યો હતો. માત્ર જીવ જ નહતો બચાવ્યો, તમામ યાત્રાળુઓ સલામત રહે તે માટે સલીમે અલ્લા પાસે દુઆ પણ માંગી હતી.

ખુદા કોઈને પણ મારવા માટે નથી કહેતા

ખુદા કોઈને પણ મારવા માટે નથી કહેતા

સલીમે આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, ઈસ્લામ અને મઝહબના નામે આતંક ફેલાવતા આ લોકો માત્ર પોતાનો જ ફાયદો જુએ છે. પરંતુ સાચો મુસલમાન આવો નથી હોતો. એ તો લોકોને બચાવે છે, કારણ કે ઈસ્લામમાં વ્યક્તિને બચાવવાની શિક્ષા આપવામાં આવે છે.

આ મારું કર્તવ્ય છે

આ મારું કર્તવ્ય છે

આ ઘટના વિશે સલીમે કહ્યું હતું કે, જ્યારે હું બસ ચલાવતો હતો અને હુમલો થયો ત્યારે મને ન તો મુસલમાનનો વિચાર આવ્ચો હતો, કે ન તો કોઈ હિંદુનો. ત્યારે મને એક જ વિચાર આવી રહ્યો હતો કે ગમે તેમ કરીને પણ આ માણસોને બચાવી લઉં, કેમ કે એ જ મારું સાચું કર્તવ્ય હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ માસમાં અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં છ મહિલાઓ સહિત કુલ સાત ગુજરાતીઓના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.

સલીમ શેખનું નામ વીરતા પુરસ્કાર માટે અપાયું

સલીમ શેખનું નામ વીરતા પુરસ્કાર માટે અપાયું

આતંકવાદીઓ જ્યારે બસ પર ગોળીઓનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે સલીમ પોતાના જીવની ચિંતા કર્યા વગર બસને ચલાવતો જ રહ્યો. આ હુમલામાં સલીમને ઇજા થઇ હતી અને બસનું એક ટાયર પણ પંચર થઈ ગયુ હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પણ સલીમે બસને લગભગ દોઢ કિલામીટર સુધી આગળ હાંક્યે રાખી હતી. આતંકવાદીઓના વિસ્તારથી ઘણા દુર આવ્યા બાદ જ તેણે બસ થોભાવી હતી. જો સલીમ ડરીને બસને આગળ ન લઇ ગયો હોત, તો યાત્રાળુઓનો મૃત્યુઆંક હજુ ઊંચો હોત. સલીમ શેખની આ બહાદુરી માટે ગુજરાત સરકાર તેનું નામ વીરતા પુરસ્કાર માટે મોકલશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

English summary
Muslim Driver Salim Sheikh from Gujarat helped save many lives in the terror attack on a bus of Amarnath pilgrims in Jammu and Kashmir, he is the real hero of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.