Valentine's Day : વેલેન્ટાઈન ડે પર દુનિયાભરમાં થાય છે અધધ આટલા લગ્ન, અમેરિકા છે સૌથી આગળ
Valentine's Day : વેલેન્ટાઈન ડે ને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ પ્રેમીઓ તેમના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.
દર વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થતુ વેલેન્ટાઈન વીક 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. જો કે તમે નહીં જાણતા હોય કે દુનિયાભરના ઘણા કપલ્સ વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરે છે.

લગ્નને પ્રેમની સફળતા માટેનું અંતિમ ધ્યેય માનવામાં આવે છે. જે કપલ્સના પ્રેમમાં સફળતા મળે છે, તેઓ દરેક પરિસ્થિતિમાં લગ્ન કરવા ઇચ્છે છે. ઘણા કપલ્સની આ પણ ઈચ્છા હોય છે કે તેઓ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે જ લગ્ન કરે, જેથી તેમનો પ્રેમ અમર રહે અને આ ખાસ દિવસને તેઓ આખી જિંદગી યાદ રાખી શકે.
એક સર્વે અનુસાર, વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવા પાછળનું મુખ્ય કારણ કપલ્સની આ ઈચ્છા છે હોય કે તેમની એનિવર્સરી પણ વેલેન્ટાઈન ડે સાથે જ ઉજવાય.
Jeevansathi.com દ્વારા બે વર્ષ પહેલા કરાયેલ સર્વેના મુજબ, 55% યુવાનોની ઈચ્છા છે કે તેઓ વેલેન્ટાઈન ડેના દિવસે જ લગ્ન કરે. દુનિયાભરમાં આ પ્રકારના યુવાનોનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી પરંતુ અંદાજે દર વર્ષે 6 મિલિયન લોકો વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરવાના સપનાને સાકાર કરે છે. માત્ર અમેરિકામાં જ આ દિવસે 2,20,000 જેટલાં લગ્નો થાય છે.
જણાવી દઈએ કે, વેલેન્ટાઈન ડેનું નામ સંત વેલેન્ટાઈનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સાથે ઘણી પ્રચલિત કહાણીઓ જોડાયેલી છે, જેમાં સૌથી પ્રખ્યાત ત્રીજી સદીના રોમની છે.
રિપોર્ટ અનુસાર, રોમના સમ્રાટ ક્લોડિયસ દ્વિતીયનું માનવું હતું કે લગ્ન કરવાથી સૈનિકો નબળા થઈ જાય છે. તેથી તેમણે યુવાન સૈનિકોની લગ્ન પર પ્રતિબંધ મૂક્યો. જો કે, સંત વેલેન્ટાઈન રાજાના આ આદેશનો વિરોધ કર્યો અને ઘણા યુવાન સૈનિકોના લગ્ન કરાવ્યા.
રાજાને આ વાતનો ખ્યાલ આવતા 14 ફેબ્રુઆરીના દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી. કહેવાય છે કે જે જેલમાં તેઓ બંધ હતા ત્યાં જેલરના દીકરી સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો. ફાંસીની સજા મળે એ પહેલાં તેમણે તે દીકરી માટે એક અંતિમ પત્ર લખ્યો, જેમાં લખ્યું હતું - Your Valentine. આ જ કારણ છે કે વેલેન્ટાઈન ડે આજે પ્રેમ અને લાગણીઓના પવિત્ર દિવસ તરીકે ઉજવાય છે.












Click it and Unblock the Notifications
