Chocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશ
Chocolate Day 2021: રોઝ ડે, પ્રપોઝ ડે બાદ હવે વાત ચૉકલેટ ડેની આવે છે કે જે 9 ફેબ્રુઆરીએ છે. જો તમારુ કોઈ નજીકનુ સાથી કે પછી તમારો પ્રેમ તમારી સાથે લાંબા સમયથી નારાજ હોય તો તમે ચૉકલેટ ડે પર ચૉકલેટ આપીને પોતાના સાથીને મનાવી શકો છો. ખાસ વાત એ છે કે ચૉકલેટ દરેક ઉંમરની પસંદ હોય છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની ફેવરિટ ચૉકલેટથી તમે સરળતાથી તેને પોતાની બનાવી શકો છો. પરંતુ શું ક્યારેય તમે વિચાર્યુ છે કે પ્રેમના ત્રીજા દિવસને ચૉકલેટ ડે તરીકે કેમ મનાવવામાં આવે છે?

ચૉકલેટનો અર્થ મીઠાશ હોય છે...
વાસ્તવમાં ચૉકલેટનો અર્થ મીઠાશ સાથે છે જે કોઈ પણ સંબંધની જરૂરિયાત છે. દરેક સંબંધ પ્રેમની મીઠાશ શોધે છે. ભલે તે સંબંધ પ્રેમી-પ્રેમિકાનો હોય, પતિ-પત્નીનો હોય કે પછી દોસ્તીનો હોય, માટે લોકોએ ચૉકલેટ ડેની શોધ કરી જેથી એ બહાને લોકોને પોતાની જવાબદારીને અહેસાસ થાય અને સમજમાં આવે કે મીઠાશ વિના સંબંધની ઉંમર લાંબી નથી હોતી.

ચૉકલેટ ખાવાથી લવ લાઈફ સારી રહે છે...
જો કે વેલેંટાઈવ વીકના ત્રીજા દિવસે ચૉકલેટ ડે મનાવવાના ઘણા કારણ બતાવવામાં આવ્યા છે. એવુ માનવામાં આવે છે કે ચૉકલેટ ખાવાથી લવ લાઈફ સારી રહે છે કારણકે ચૉકલેટમાં થિયોબ્રોમીન અને કેફીન હોય છે જેનાથી શરીરને ઉર્જા મળે છે. ચૉકલેટ ખાવાથી દિમાગમાં એંડોરફિન નીકળે છે જેનાથી આપણને આરામ અનુભવાય છે અને સ્ટ્રેસ ઓછો થઈ જાય છે.

મહિલાઓને શારીરિક સંબંધથી વધુ ચૉકલેટ પસંદ
અમે તમને એક ખાસ વાત જણાવીએ કે કેનેડાા એક સર્વે મુજબ મહિલાઓને ફૂલ, દારુ અને શારીરિક સંબંધથી વધુ ચૉકલેટ પસંદ છે. આ સર્વે 13 દેશોમાં કરાવવામાં આવ્યો હતો. જેમાં 69.1 ટકા મહિલાઓએ કહ્યુ કે તેમની પહેલી પસંદ ચૉકલેટ છે. એવુ માનવામાં આવે છે કે ચૉકલેટ ખાધા બાદ છોકરીઓને ખુશીનો અહેસાસ થાય છે. આમાં રહેલી મીઠાશ તેમના શરીરમાં ખુશીના હોર્મોનને વધારી દે છે. ચૉકલેટ કોઈ પણ મહિલાની કમજોરી હોય છે. તો, હવે રાહ કોની જુઓ છો? તમે પણ એક સરસ મઝાની ચૉકલેટ આપીને તેની પાસે જાવ જેને તમે આઈલવયુ કહેવા માંગો છો, વિશ્વાસ રાખો તમારા જીવનમાં પ્રેમની એવી વર્ષા થશે જેમાં તમે હંમેશા પલળવા માંગશો.
Happy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...