Video: 3 ચેન ચોરો સામે મહિલાએ કર્યો પ્રતિકાર, પરંતુ...
ભરબપોરે બાઇક પર સવાર ચેન ચોરે મહિલાને રસ્તા પર ખેંચતા રહ્યા, મદદ માટે કોઇએ હાથ આપ્યો નહીં.
તમે ચેન સ્નેચિંગનાં ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આજે જે વીડીયો અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ એ જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે, ચોર કોઇ વૃદ્ધ મહિલા સાથે આવું પણ કરી શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે, જેમાં એક બાઇક પર સવાર ત્રણ અજાણ્યા વ્યક્તિઓમાંથી એકે મહિલાની નજીક આવી, ગળામાં હાથ નાંખી સોનાની ચેન ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્નમાં તેઓ મહિલાને બાઇક સાથે રસ્તા પર ઘસડતા રહ્યા અને લોકો જોઇ રહ્યાં.

જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વીડિયો કઇ જગ્યાનો છે. 2:14 મિનિટનાં આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે, કે એક બાઇક પર ત્રણ અજાણ્યા વ્યક્તિમાંથી એક વ્યક્તિ વૃદ્ધ મહિલાની ચેઇન ઝુંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહિલા તેમનો સમાનો કરતા પોતાની ચેન પકડી રાખે છે. તેના પછી બાઇક સવારમાંથી એક મહિલાને રસ્તાની વચ્ચે ખેંચીને લઇ જાય છે. એકલી મહિલા વધુ સમય માટે ત્રણ બાઇક સવારોનો પ્રતિકાર નથી કરી શકતી અને આખરે પોતાની ચેન છોડી દે છે.
આ વીડિયો કોઇ શહરી વિસ્તારનો દેખાઇ આવે છે. એ પણ જોઇ શકાય છે કે, આ બાઇક સવારો છેલ્લા થોડા સમયથી તે વિસ્તારમાં અવર-જવર કરનાર લોકો પર નજર રાખતા હતા. આ વીડિયોને 11 મે 2017ના રોજ યુટ્યુબ પર શેયર કરવામાં આવ્યો છે. લાલચમાં આંધળા થઇ મહિલા પર અત્યાચાર કરનાર ત્રણ આરોપીનો આ વાયરલ વીડિયો જુઓ અહીં..
{promotion-urls}












Click it and Unblock the Notifications
