Video: નવવધૂએ પોતાના લગ્નમાં કર્યો તેવો ડાન્સ કે 1 કરોડ લોકોએ જોયો
બહુ ઓછી વાર તેવું બને છે કે લગ્ન મંડપમાં નવોઢા નાચી ગાતી, ઢુમકા મારતી આવે અને બહુ ઓછું વાર તેવું પણ બને છે કે 1 કરોડ લોકો આવી કંઇક જુએ...
લગ્નમાં સામાન્ય રીતે નવવધૂ સામાન્ય રીતે ગંભીર કે નર્વસ વધુ હોય છે. પણ આજકાલની નવવધૂઓની વાત જ કંઇક હટકે છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક નવવધૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં નવવધૂ એક ધમાકેદાર એન્ટ્રી મારે છે. સુંદર સ્માઇલ અને બોલીવૂડના ગીતો પર ઠુમકા લગાવતી નવવધૂની આવી એન્ટ્રી તમે કદી નહીં જોઇ હોય.

એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર આ નવવધૂનો ડાન્સ અત્યાર સુધીમાં અનેક લોકો જોઇ ચૂક્યા છે. ફેસબુક પર 1 કરોડ લોકોએ આ વીડિયો જોયો છે. નોંધનીય છે કે સાગર અરોરા નામના વ્યક્તિએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં નવવધૂ સાથે તેની સખીઓ પણ છે જે "કાલા ચશ્મા" બોલીવૂડ ગીતો પર જોરદાર ઠુમકા લગાવી રહ્યા છે. તો તમે પણ જુઓ નવવધૂની આ ધમાકેદાર એન્ટ્રીનો વીડિયો....












Click it and Unblock the Notifications
