For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vijay Diwas: જ્યારે જનરલ માણેકશાએ પાકિસ્તાનનને ઘૂંટણીએ બેસાડી દીધું

Vijay Diwas: જ્યારે જનરલ માણેકશાએ પાકિસ્તાનનને ઘૂંટણીએ બેસાડી દીધું

|
Google Oneindia Gujarati News

Vijay Diwas: વર્ષ 1971ના યુદ્ધમાં ભારત આગળ પાકિસ્તાને પરાસ્ત થવાનો વારો આવ્યો હતો. આજના જ દિવસે એટલે કે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતે પાકિસ્તાન પર વિરાટ જીત હાંસલ કરી હતી. આ યુદ્ધના અંત બાદ 93000 પાકિસ્તાની સેનાએ ભારતની આખી ફોજનો સામે આત્મસમર્પણ કરી દીધું હતું, જે બાદ જ પૂર્વી પાકિસ્તાન આઝાદ થઈ ગયું હતું, જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. જ્યાં આ દિવસ ભારતમાં વિજય દિવસનો પ્રતિક છે ત્યાં બીજી તરફ બાંગ્લાદેશમાં આ દિવસ વિક્ટ્રી ડેના રૂપમાં મનાવવામાં આવે છે.

Vijay Diwas: આજે પણ આપણા સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે આ એક ટેબલVijay Diwas: આજે પણ આપણા સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે આ એક ટેબલ

સૈમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું

સૈમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું

જણાવી દઈએ કે આ વિરાટ જીતના અસલી હીરો હતા ફીલ્ડ માર્શલ સૈમ માણેકશા. તેમની ગણતરી એવા લોકોમાં થતી હતી જેઓ પોતાના ફેસલા ખુદ લેતા હતા, તેઓ કોઈના દબાણમાં આવીને નિર્ણય પણ નહોતા લેતા અને કામ પણ નહોતા કરતા. જણાવવામાં આવે છે કે બાંગ્લાદેશને પાકિસ્તાનના શિકંજામાંથી આઝાદ કરાવવા માટે જ્યારે 1971માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું ત્યારે માણેશાએ તેમના ફેસલાને માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ તેમણે ખુદ આ યુદ્ધની રૂપરેખા તૈયાર કરી હતી.

પીએમ ઈન્દિરા ગાંધીની વાત પણ ના માની

પીએમ ઈન્દિરા ગાંધીની વાત પણ ના માની

આ વિશે ખુદ સૈમ માણેકશાએ જ એક ઈન્ટર્વ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, મેં પીએમ ઈન્દિરા ગાંધીની વાત માનવાનો ઈનકાર કર્યો હતો કેમ કે એ સમયે અમારી સેના યુદ્ધ માટે તૈયાર નહોતી. આપણા પીએમ ઈન્દિરા ગાંધીએ મારી વાત સમજી હતી અને પછી મને મારી રીતે રૂપરેખા તૈયાર કરવાની આઝાદી આપી દીધી હતી, જે બાદ હું સ્વતંત્રતા પૂર્વક મારું કામ કરી શક્યો.

નીલગિરીની પહાડીઓ પર ઘર બનાવ્યું

નીલગિરીની પહાડીઓ પર ઘર બનાવ્યું

જણાવી દઈએ કે રિટાયરમેન્ટ બાદ માણેકશાએ નીલગિરીની પહાડીઓની વચ્ચે વેલિંગટનમાં પોતાનું ઘર બનાવ્યું હતું અને જીવનના અંતિમ દિવસો સુધી ત્યાં જ રહ્યા.

સૈમ બહાદુર કહેવાતા હતા સૈમ માણેકશા

ઉલ્લેખનીય છે કે વર્ષ 1914માં પંજાબના અમૃતસરમાં જન્મેલા સૈમ માણેકશા બીજા વિશ્વયુદ્ધના પણ ભાગ હતા, તેમણે પોતાના જીવનના 40 વર્ષ સેનાને આપ્યાં. તેમણે પોતાના કરિયરની શરૂઆત બ્રિટિશ આર્મી સાથે કરી હતી. વર્ષ 1971માં ભારતને જીત અપાવ્યા બાદ તેમને જાન્યુઆરી 1973માં ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા, આવું સન્માન મેળવનાર તેઓ ઈન્ડિયાના પહેલા જનરલ હતા. તેમની બહાદુરીને કારણે તેમને સૈમ બહાદુર તરીકે સંબોધવામાં આવતા હતા. તેમને પદ્મવિભૂષણ, પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શું થયું હતું એ દિવસે

શું થયું હતું એ દિવસે

3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરી પટાણકોટ, શ્રીનગર, અમૃસર, જોધપુર, આગરા વગેરે સૈનિક હવાઈ અડ્ડા પર બોમ્બમારો શરૂ કરી દીધો. ઈન્દિરા ગાંધીએ એ સમયે જ આક્રમણ કરવાનો આદેશ આપી દીધો, જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનીઓના દાંત ખાટ્ટા કરી દીધા હતા.

ઢાકા પર બોમ્બ ફેંક્યો અને પાકિસ્તાને હાર માની લીધી

ઢાકા પર બોમ્બ ફેંક્યો અને પાકિસ્તાને હાર માની લીધી

ઈન્ડિયન આર્મીએ ખુલના અને ચટગાંવ પર કબ્જો જમાવી લીધો હતો પરંતુ ઢાકા પર કબ્જો કરવાનો લક્ષ્ય ભારતીય સેના સામે રાખવામાં જ નહોતો આવ્યો પરંતુ 14 ડિસેમ્બરે ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશ પકડ્યો કે બપોરે અગ્યાર વાગ્યે ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક થનાર છે, જેમાં પાકિસ્તાની પ્રશાસનના વડા અધિકારીઓ ભાગ લેશે. ભારતીય સેનાએ એ ભવન પર જ બોમ્બમારો કરવાનો નિર્ણય લઈ લીધો.

English summary
Vijay Diwas: When General Manekshaw brought Pakistan to its knees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X