Viral News : લગ્ન બાદ પુરુષો કરે છે ફ્લર્ટ, આ રહ્યું સાચું કારણ
Viral News : લગ્ન બાદ ઘણી વાતો બદલાઇ જાય છે. છોકરા અને છોકરી લગ્ન બાદ ઘણા પરિવર્તનનો સામનો કરે છે. આવામાં લગ્ન બાદ ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા પુરૂષો પોતાની આસપાસની મહિલાઓ સાથે ફ્રેન્ડલી બનવાની કોશિશ કરે છે, કેટલાક ખાસ પ્રસંગો પર તેઓ હળવાશથી મજાક કરતા જોવા મળે છે.
પુરૂષોની ફ્લર્ટિંગ કરવાની આ આદત ભલે રમુજી લાગે, પરંતુ પત્નીને આવું કરવું પસંદ નથી અને સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.

ઘણા પુરુષો કુદરતી રીતે મૈત્રીપૂર્ણ હોય છે, પરંતુ જ્યારે પણ તેઓ સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરે છે, ત્યારે તેમને શંકાની નજરે જોવામાં આવે છે. સારી રીતે વર્તવું અને ફ્લર્ટિંગ કરવું એમાં ઘણો ફરક છે.
મોટાભાગના પુરુષો ફ્લર્ટ કરે છે. કારણ કે, તેઓ મહિલાઓમાં માગ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પુરૂષો આવું એટલા માટે કરે છે. કારણ કે, તેઓ હજૂ પણ આકર્ષક દેખાઈ રહ્યા છે કે, કેમ તે અંગે તેમને ખાતરી છે. તેનાથી પુરૂષોના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે.
ઘણી વખત એવું બને છે કે, પુરૂષોને તેમના લાઈફ પાર્ટનર તરફથી જોઈએ તેવું ધ્યાન નથી મળતું, આના ઘણા કારણો હોય શકે છે. લગ્ન બાદ ઘણી વાર મહિલાઓ ઘર સંભાળવામાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે તેમને તેમના પતિનું બહુ ધ્યાન નથી મળતું.
ઘણા પુરુષો તેમના જીવનમાં રોમાંચ શોધે છે, તેથી જ તેઓ ઘણીવાર ફ્લર્ટિંગ તરફ વળે છે, પોતાને સારું અનુભવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ કરવું જોખમી બની શકે છે.
ઘણા પુરુષો તેમની પત્નીની સામે અન્ય સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરે છે, જ્યારે તેઓ તેમની પત્નીને ચીડવવાનો અથવા ઈર્ષ્યા પેદા કરવાનો પ્રયાસ કરે છે. આ પદ્ધતિ ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી આવું ક્યારેય ન કરો.
મોટાભાગના પુરૂષો એટલા માટે ફ્લર્ટ પણ કરે છે. કારણ કે, તેઓ લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા માગે છે, આ કરીને તેઓ ન માત્ર તેમના જીવન સાથી સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ આ રીતે તેમને ખોટું બોલવાની આદત પડી જાય છે.
ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ ફ્લર્ટ કરવું અનૈતિક છે, કારણ કે તેની વિવાહિત જીવન પર ખરાબ અસર પડે છે અને ઘણા કિસ્સાઓમાં સંબંધ તૂટી પણ જાય છે. જો લગ્નજીવનને ખુશ રાખવું હોય, તો પત્ની સાથે જ ફ્લર્ટ કરો.












Click it and Unblock the Notifications
