Video: આ સલૂનમાં મસાજ એક જીવતો અજગર આપે છે!
જર્મનીમાં એક અજગર બની રહ્યો છે ફેમસ કારણ છે મસાજ. વધુ વાંચો અહીં.
તમે અત્યાર સુધીમાં અનેક મસાજ પાર્લર વિષે સાંભળ્યું હશે જે નીતનવી રીતથી મસાજ કરે છે. કોઇ સ્પેનિશ સ્ટાઇલથી તો કોઇ થાઇ સ્ટાઇલથી મસાજ કરતા હોય છે. પણ જર્મનીમાં એક મસાજ પાર્લરમાં લોકો લાંબી લાઇન લગાવે છે તે પણ એટલા માટે કે એક અજગર તેમના ગળાને મસાજ કરી આપે. ખરેખરમાં આ માટે અહીં દૂર દૂરથી લોકો આવે છે. અને લોકોનું કહેવું છે કે તેનાથી તેમને લાભ પણ થાય છે. જર્મનીના ડ્રેસ્ડનમાં આવેલ ધ હાર મોડ ટીમ સૈલૂનમાં પાછલા 13 વર્ષોથી એક અજગર લોકોને મસાજ કરી આપે છે. અને હવે તો આ અજગરનો મસાજ ખુબ જ ફેમસ પણ થવા લાગ્યો છે. અને દુનિયાભરથી લોકો હવે તેના મસાજ માટે આવે છે. છેને નવાઇની વાત!

સલૂનના માલિકનું કહેવું છે કે આ અજગર અન્ય કોઇ કર્મચારીને જેમ જ તેની સેવા આપે છે. અને મસાજ કરવા માટે લોકોને કોઇ કિંમત પણ નથી ચૂકવવી પડતી તે સૌથી મોટી વાત છે. પણ તેમ છતાં લોકો તેના મસાજથી ખુશ થઇને કંઇક ને કંઇક દાન તેને કરે છે. અજગર દ્વારા ગળાના મસાજનો આ વીડિયો 14 ન્યૂઝે પોતાના ફેસબુક પેઝ પર શેયર કર્યો હતો. અને તેના અપલોડ બાદ તેને 56 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. ત્યારે તમે પણ જુઓ આ વાયરલ વીડિયો અહીં....












Click it and Unblock the Notifications
