Virgin Pregnancy : શું છે વર્જિન પ્રેગનન્સી? જાણો કેવી રીતે પુરૂષ વગર એકલા જ પ્રેગનન્ટ થાય છે મહિલાઓ?
What is virgin pregnancy : હાલના સમયમાં ઘણા કપલને ફેમિલી પ્લાન માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ છત્તા પણ તેઓ સફળ નથી થતા.
એક તરફ પરંપરાગત રીતે પ્રેગનન્સી દ્વારા બાળકો પેદા કરવામાં આવે છે તો બીજી તરફ દુનિયામાં વર્જીન પ્રેગનન્સીનું ચલણ વધી રહ્યું છે. આમાં શારીરિક સંબંધ વગર જ મહિલાઓ પ્રેગનન્સી કેરી કરે છે.

અહેવાલો અનુસાર, અમેરિકામાં માતા બનેલી 200 માંથી 1 મહિલા આ ટેકનિક અપનાવી રહી છે. સ્ત્રીઓ તેમની વર્જિનિટી ગુમાવ્યા વિના ગર્ભવતી બની શકે છે. આ પ્રકારની પ્રેગનન્સીમાં કોઈ જટિલતાઓ જોવા મળી નથી. 2021માં ઈંગ્લેન્ડની મહિલા નિકોલ મૂરે આ ટેકનિકથી માતા બની હતી.
આને લઈને એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે. આ ટેકનિકથી મલેશિયાની એક મહિલા બે વખત ગર્ભવતી બની છે. તેણે બંને વખત સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે. મહિલાઓ ફોરપ્લે અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા પણ ગર્ભવતી બની શકે છે.
વર્જિન પ્રેગ્નન્સી એ સૌથી સામાન્ય રીતોમાંની એક છે જે સ્ત્રીઓ સેક્સ કર્યા વિના ગર્ભવતી થઈ શકે છે. જો કે આ પદ્ધતિ બહુ ઓછા લોકો અપનાવે છે.
ગર્ભાવસ્થા ઓવ્યુલેશન દરમિયાન અથવા પિરિયડના 14 દિવસ પછી થાય છે. અંડાશય ઓવ્યુલેશન દરમિયાન ઇંડા છોડે છે. જો આ સમય દરમિયાન પુરૂષ પાર્ટનરના શુક્રાણુ અથવા વીર્ય યોનિમાર્ગમાં પ્રવેશ કરે છે તો 1 ટકા સંભાવના છે કે શુક્રાણુના કોષો સ્ત્રીના એગ સાથે મળી જાય.
શુક્રાણુ કોષો ઇંડાને ફળદ્રુપ કરીને ઝાયગોટ અથવા યુનિસેલ્યુલર બનાવે છે. ઝાયગોટમાં માતા અને પિતા બંનેના DNAનો અડધો ભાગ હોય છે. આ ઝાયગોટ ફેલોપિયન ટ્યુબમાંથી પસાર થશે અને ગર્ભાશયમાં પ્રવેશ કરશે અને પોતાને ઈમ્પ્લાન્ટ કરે છે. ઝાયગોટ ત્યાં સુધી વિભાજીત થાય છે જ્યાં સુધી તે ગર્ભ ન બને. ગર્ભનો સંપૂર્ણ વિકાસ થવામાં 40 અઠવાડિયા લાગે છે.
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિન ખાતે ક્લિનિકલ ગાયનેકોલોજીના પ્રોફેસર લોરેન સ્ટ્રેઇચર કહે છે કે સંભોગ વિના વર્જિન પ્રેગ્નન્સી શક્ય છે. કોઈ પણ આ પ્રકારની ગર્ભાવસ્થાને કોઈપણ રીતે વર્ગીકૃત કરી શકે છે.












Click it and Unblock the Notifications
