Video: જુઓ ટાઇગર અને વિશાળ એનાકોન્ડાનું અદભૂત યુદ્ધ
અત્યારસુધીમાં હોલીવુડમાં એનાકોન્ડા પર અનેક ફિલ્મો બની છે, અને તેથી જ એનાકોન્ડાનું નામ સાંભળતા જ આખાય શરીરમાં અજીબ ઝણઝણાટી આવી જાય છે. અને હવે એવો જ એક આશ્ચર્યજનક વિડીયો સોશ્યિલ સાઇટ્સ પર વાઇરલ થયો છે, જેને જોયા બાદ તમે પણ અવાક થઇ જશો. જી હા, આ વિડીયો એનાકોન્ડા અને વાઘની લડાઇનો છે.

વિડીયોમાં દેખાઇ રહ્યું છેકે જંગલમાં ફરી રહેલા એક વાઘનો ભેટો અચાનક એક એનાકોન્ડા સાથે થઇ જાય છે. ત્યારબાદ બંનેમાં ગજબનો સંઘર્ષ થઇ રહ્યો છે. ક્યારેક એનાકોન્ડા પર વાઘ હાવી થઇ રહ્યો છે, તો ક્યારેક વાઘ પર એનાકોન્ડા હાવી થઇ રહ્યો છે. યુ ટ્યુબ પર વાઇરલ થયેલા આ વિડીયોમાં એનાકોન્ડા ઘણી વખત વાઘના શરીર પર લપેટાતો જોવા મળી રહ્યો છે.
તો વાઘ પણ પોતાના મજબૂત જડબા વડે એનાકોન્ડાને બાઇટ કરી રહ્યો છે. આ વિડીયોને એક અઠવાડિયામાં 15 લાખથી વધુ લોકોએ જોયો છે. તો આવો તમે પણ જુઓ આ આશ્ચર્યજનક દીલધકક વિડીયો......












Click it and Unblock the Notifications
