શું કરે છે કુમાર વિશ્વાસની બન્ને દિકરીઓ? ખૂબસૂરતી સાથે સાથે ટેલેન્ટનો પણ ભંડાર છે
કવિ કુમાર વિશ્વાસની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કવિતાઓ સાથે સાથે રાજનીતિક નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે. હવે તેમની બન્ને દિકરીઓ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
કુમાર વિશ્વાસ તેમના અંગત જીવન વિશે ઓછી વાત કરે છે. આજે અમે તમને તેમની બે દીકરીઓ કુહુ શર્મા અને અગ્રતા શર્મા વિશે જણાવવા દઈ રહ્યાં છીએ. કુમાર વિશ્વાસની બે દીકરીઓ જેટલી સુંદર છે એટલી જ ટેલેન્ટેડ છે.

કુમાર વિશ્વાસ ઘણીવાર તેમની પુત્રીઓ કુહુ શર્મા અને અગ્રતા શર્મા સાથેની તસવીરો શેર કરે છે. કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત કહ્યું છે કે તેમને તેમની બે પુત્રીઓ પર ખૂબ જ ગર્વ છે.
કોણ છે કુમાર વિશ્વાસની મોટી દીકરી અગ્રતા શર્મા?
અગ્રતા શર્મા કુમાર વિશ્વાસની મોટી પુત્રી છે. અગ્રતા શર્માના તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @agratasharmma પર 90 હજારથી વધુ ફોલોઅર્સ છે.
અગ્રતા શર્માએ તેનું સ્કૂલિંગ ગાઝિયાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. શાળા પછી અગ્રતા શર્મા વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગઈ.
અગ્રતા શર્માએ યુનિવર્સિટી ઓફ વોરવિક - વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં બીએસસી કર્યું છે.
આ સિવાય અગ્રતા શર્માએ નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી ફેશન માર્કેટિંગમાં માસ્ટર ઓફ આર્ટસ પણ કર્યું છે.
અગ્રતા શર્મા હાલ ઈંગ્લેન્ડમાં રહે છે. અગ્રતા શર્મા ડિજિટલ ખીડકી નામની કંપનીના ડાયરેક્ટર પણ છે. જ્યાંથી તે સારી એવી કમાણી કરે છે.
કોણ છે કુમાર વિશ્વાસની નાની દીકરી કુહુ શર્મા?
- કુહુ શર્મા કુમાર વિશ્વાસની નાની પુત્રી છે. કુહુ શર્માએ પણ પોતાનું સ્કૂલિંગ દિલ્હી NCRથી કર્યું છે.
- કુહુએ લંડનની કિંગ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી છે. કુહુએ અહીં સાયકોલોજીમાં B.Sc ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કર્યું છે.
- કુહુ પાસ થઈ ત્યારે કુમાર વિશ્વાસે તસવીર શેર કરીને કહ્યું કે તેમને તેમની પુત્રી પર ગર્વ છે.
જણાવી દઈએ કે કુમાર વિશ્વાસની પત્નીનું નામ મંજુ શર્મા છે. બંનેએ લવ મેરેજ કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત 1994માં થઈ હતી. તે દરમિયાન મંજુ રાજસ્થાનના અલવર જિલ્લાની એક કોલેજમાં ભણાવતી હતી.












Click it and Unblock the Notifications
