શોરૂમમાં નહીં વેચાયેલા કપડાનું આખરે થાય છે શું? જે થાય છે તે જાણીને તમે વિચારતા રહી જશો
હવે જમાનો ફેશનનો છે. લોકો ક્વોલિટી કરતા ડિઝાઈનને વધારે પસંદ કરે છે. આ સ્થિતીમાં કપડાથી લઈને તમામ વસ્તુઓ બહુ જલ્દી આઉટ ડેટેડ થઈ જાય છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આ આઉટ ડેટેડ વસ્તુઓનું શું થાય છે?
તમારા મનમાં પણ ઘણી વખત સવાલ થતો હશે કે શોરૂમ અને દુકાનોમાં ન વેચાયેલા કપડાનું શું થાય છે? તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે, આવા કપડાને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ અથવા આઉટનેટ જેવા ઑનલાઇન ડિસ્કાઉન્ટર્સને વેચે છે. ઘણા સ્ટોર્સ સમય-સમય પર ઓનલાઈન વેચાણ કરવાનું શરૂ કરે છે અથવા તેમના પોતાના આઉટલેટ સ્ટોર્સ છે જે ડિસ્કાઉન્ટ પર છેલ્લી સીઝનનો માલ વેચે છે. આવા કપડાને 5 ટકા કે તેનાથી વધારે ડિસ્કાઉન્ટ સાથે વેચી દેવાય છે.
આ સિવાય ડિસ્કાઉન્ટ સેલ પછી પણ જો કપડાં ન વેચાય તો તે ફાઉન્ડેશનને દાનમાં આપવામાં આવે છે અને તે જરૂરિયાતમંદ લોકોને મફતમાં અથવા ખૂબ ઓછી કિંમતે વેચે છે. એલેક્સ મેગેઝિનના અહેવાલ મુજબ, ઓક્સફેમ અથવા ધ સાલ્વેશન આર્મી જેવા કેટલાક ફાઉન્ડેશન પણ આવું કરે છે.
કાપડ એટલી ઝડપથી બગડતું નથી. આથી ફેસ્ટિવલ સેલમાં ન વેચાયેલા કપડાં પણ વેચાય છે. આજે નહીં તો કાલે આવા કપડાં વેચાય છે. જો તેવેચાય નહીં તો તહેવારના દિવસે વેચાણનું આયોજન કરાય છે. આવા સમયે ઓછા ભાવે વેચી દેવાય છે.
આ સિવાય દુકાનદારો કપડાના કામમાં એટલું માર્જિન રાખે છે કે બાકીના કપડામાં કોઈ નુકસાન ન થાય. લોકો ગ્રામીણ વિસ્તારોમાં અથવા નીચાણવાળા વિસ્તારોમાં હોકિંગ કરીને આવા કપડાં વેચે છે. જો કે તો પણ 10 ટકા માલ વેડફાય છે. દુકાનદાર આવા સ્ટોક માટે નફાનો અમુક હિસ્સો વધારી દે છે, એટલે કે આવા કપડાં વેચતી વખતે તે પોતાનું માર્જિન પણ ઉમેરે છે.












Click it and Unblock the Notifications
