For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમિતોને શું ભોજન આપવુ જોઈએ, નક્કી કરવામાં આવ્યુ ડાયેટ

કોરોના સંક્રમિતોના આહારનો એક ડાયેટ ચાર્ટ ડાયેટિશયન કમિટી દ્વારા જારી કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કે કોરોના સંક્રમિતોને શુ ભોજન આપવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર કરી ચૂકી છે. લૉકડાઉન 4માં ઘણી છૂટ અપાયા બાદ રોજ કોરોનાના અત્યાધિક કેસ સામે આવી રહ્યા છે. ઘણા એવા લોકો છે જે ઘરમાં જ આઈસોલેશનમાં છે. એવામાં કોરોના સંક્રમિતોના આહારનો એક ડાયેટ ચાર્ટ ડાયેટિશયન કમિટી દ્વારા જારી કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કે કોરોના સંક્રમિતોને શુ ભોજન આપવુ જોઈએ.

રોજ 2 હજાર કેલેરીનો પૌષ્ટિક આહાર આપવો જોઈએ

રોજ 2 હજાર કેલેરીનો પૌષ્ટિક આહાર આપવો જોઈએ

ડાયેટિશયન કમિટીએ કોરોના સંક્રમિત દર્દીઓને રોજ 2 હજાર કેલેરીનો પૌષ્ટિક આહાર આપવાની સલાહ આપી છે. આ ઉપરાંત ડાયાબિટીક દર્દીને બ્રેડ આપવાની બિલકુલ મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કરોોના સંક્રમિત દર્દીને ભાત, દહીં, કેળા અને ખાટા ફળો તેમજ કાચુ સલાહ આપવાની પણ મનાઈ કરવામાં આવી છે કારણકે આનાથી તેમને ખાંસી આવવાનુ જોખમ રહે છે. કોરોના દર્દીના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દૂધમાં હળદર મિલાવીને આપવી જોઈએ. ફળમાં રોજ એક સફરજન આપી શકાય છે. હા, કાપેલા ફળને ન દર્દી આપવાની સલાહ આપવામાં આવી છે કારણકે આનાથી સંક્રમણ વધવાનુ જોખમ રહે છે. જે દર્દીનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટીવ આવી જાય તેમને બાદમાં ભાત, દહી તેમજ કેળા આપી શકાય છે. કોરોના સંક્રમિત દર્દીઓને માંસાહારી ભોજન બિલકુલ ન આપવાની કમિટીએ સલાહ આપી છે.

દર્દીઓના ભોજનમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ

દર્દીઓના ભોજનમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ

ડાયાબિટીઝ કમિટીના નિર્દેશો અનુસાર ભોજનમાં ગરમ મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ. કોરોના પૉઝિટીવ દર્દીને કાર્બોહાઈડ્રેટ માટે બટાકા, પ્રોટીન માટે પનીર, અડદની દાળ, સોયાબીન આપવુ જોઈ. ભોજન ફાઈબરયુક્ત હોવુ જોઈએ. આમાં ગાજર, રાજમા અને ચણાની દાળ આપવી જોઈએ. દર્દીનુ બ્રેકફાસ્ટ 800-900 કેલરીથી હેવી ન હોવુ જોઈએ. સવારના નાસ્તામાં જે દર્દીઓને ડાયાબિટીઝ નથી તેમને બ્રેડ માખણ, દલિયા, ઉપમાં અને પૌઆ આપવા જોઈએ. બાફેલા ઈંડા પણ આપી શકાય છે. સાથે એક કપ દૂધ પણ હોવુ જોઈએ. ત્યારબાદ સફરજન અને કેળુ આપી શકાય છે. સાંજની ચા સાથે બિલ્કીટ આપી શકાય છે.

ડાયેટિશયન કમિટીના ડાયેટને હોસ્પિટલોમાં કરવામાં આવ્યુ છે લાગુ

ડાયેટિશયન કમિટીના ડાયેટને હોસ્પિટલોમાં કરવામાં આવ્યુ છે લાગુ

ડાયેટિશિયન કમિટીના રિપોર્ટને બધી સરકારી અને ખાનગી મેડિકલ કોલેજે તેમજ ચિકિત્સા સંસ્થાઓમાં બનેલ કોવિડ-19ની હોસ્પિટલોમાં પૌષ્ટિક આહાર આપવાના પ્રોટોકોલ બનાવવા માટે ચિકિત્સા શિક્ષણ વિભાગે મેડિકલ કોલેજોના ડાયેટિશયનની એક કમિટી બનાવી છે. એટલુ જ નહિ કમિટીના રિપોર્ટના આધારે વિભાગે બધી મેડિકલ કોલેજો અને ચિકિત્સા સંસ્થાઓના પ્રમુખોનો કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓને સવારનો નાસ્તો, બપોરનુ ભોજન, સાંજની ચા અને રાતનુ ભોજન તૈયારર કરાવીન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ફેકલ્ટીએ બનાવવાનો રહેશે કિચન કમિટીનો પ્રમુખ

ફેકલ્ટીએ બનાવવાનો રહેશે કિચન કમિટીનો પ્રમુખ

આગ્રા, મેરઠ તેમજ સહારનપુર જેવી મેડિકલ કોલેજોમાં કોરોના દર્દીઓને ક્વૉલિટીયુક્ત ભોજન ન મળવાની ફરિયાદો બાદ વિભાગે આ ડાયેટ પ્રોટોકોલ જારી કર્યુ છે. જે હેઠળ મેડિકલ કોલેજોએ પોતાના એક ફેકલ્ટીના સભ્યને કિચન કમિટીનો પ્રભારી બનાવવાનો છે. આ કમિટીમાં મેડિકલ કોલેજના ડાયેટિશિયનને પણ શામેલ કરવામાં આવશે.

રેલવેનો મોટો ફેસલો, સ્પેશિયલ ટ્રેનમાં હવે 30 દિવસ પહેલા બુકિંગ થઈ શકશેરેલવેનો મોટો ફેસલો, સ્પેશિયલ ટ્રેનમાં હવે 30 દિવસ પહેલા બુકિંગ થઈ શકશે

English summary
what food should be given to corona infected patients, diet has been fixed for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X