મોત બાદ આધાર કાર્ડનું શું થાય છે? જાણો બંધ કરાવવુ જરૂરી છે કે નહીં?
ભારતમાં હવે આધાર કાર્ડ વગર કોઈપણ કામ થઈ શકે એમ નથી. આ જ કારણ છે કે સરકાર તમામ પુરાવાઓને આધાર સાથે લિંક કરી રહી છે. જો કે અહીં એક સવાલ એ થાય કે મોત બાદ આધાર કાર્ડનું શું થાય છે?
તમારે બેંક ખાતું ખોલાવવું હોય કે પાસપોર્ટ બનાવવો હોય કે પછી જમીન ખરીદવી હોય. આવા કોઈપણ કામ માટે આધાર કાર્ડની જરૂર રહે છે. આધાર કાર્ડ વગર આ કામ થઈ શકે તેમ નથી.

ઘણા દેશોમાં એવો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના સરકારી અને સત્તાવાર દસ્તાવેજોને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે, જેથી કોઈ આ દસ્તાવેજોનો દુરુપયોગ ન કરી શકે.
જો કે તમને જણાવી દઈએ કે, પભારતમાં આવી કોઈ સિસ્ટમ નથી. અહીં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની કોઈ રીત હજુ સુધી અસ્તિત્વમાં નથી.
જો કે તે જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના સભ્યોએ આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને મૃત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવે.
આ કર્યા પછી કોઈ ઈચ્છે તો પણ આ આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે નહીં. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આધાર કાર્ડ બાયોમેટ્રીક પર ચાલે છે. એટલે વ્યક્તિના મોત બાદ ફિંગર પ્રિન્ટ સાથે થતા તમામ કામ ઓટોમેટિક અટકી જાય છે.












Click it and Unblock the Notifications
