cash seized in maharashtra : ચૂંટણી દરમિયાન પકડાતા કરોડો રૂપિયા કોના ખિસ્સામાં જાય છે? જાણો શું કહે છે નિયમો?
cash seized in maharashtra : ભારતમાં વિવિધ રાજ્યો અને લોકસભા ચૂંટણીમાં પોલીસ દ્વારા ગેરકાયદે કરોડો રૂપિયાની જપ્તી કરવામા આવે છે. આ રૂપિયા મતદારોના મત ખરીદવા માટે વાપરવામાં આવતા હોય છે.
અહીં તમને એક સવાલ થતો હશે કે આવા રૂપિયા જપ્ત તો કરવામાં આવે છે પરંતુ તે પછી તેનું શું કરવામાં આવે છે? આ સીઝ કરાયેલી રૂપિયા આખરે ક્યાં જાય છે?

ચૂંટણી દરમિયાન રોકડ, સોના-ચાંદીના દાગીના, દારૂ અને નકલી નોટો પણ જપ્ત કરાય છે. આ વસ્તુઓનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા અને રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ તરીકે કરવામાં આવે છે.
ચૂંટણી પંચ અને વિવિધ એજન્સીઓ ખાતરી કરે છે કે ચૂંટણી પ્રક્રિયા ભંડોળના ગેરકાયદેસર ઉપયોગથી સુરક્ષિત રહે. ચૂંટણી દરમિયાન, આવકવેરા વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, CBI, રાજ્ય પોલીસ વગેરે જેવી વિવિધ એજન્સીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સતત તકેદારી રાખે છે.
એજન્સીઓ ગેરકાયદેસર રીતે ખર્ચવામાં આવતા નાણાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરે છે. ચૂંટણીમાં ગેરકાયદેસર નાણાનો ઉપયોગ લાંચ આપવા, મની લોન્ડરિંગ કરવા અને મતદારોને પ્રભાવિત કરવા માટે થાય છે. ચૂંટણી પંચ અને અન્ય વિભાગો આ નાણાં જપ્ત કરીને ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી રાખવાનો પ્રયાસ કરે છે.
જણાવી દઈએ કે, ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા રૂપિયા આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે. વ્યક્તિ પાસેથી રોકડ જપ્ત કરવામાં આવે તો તે પાછળથી તેનો દાવો કરી શકે છે. આ માટે તેણે સાબિત કરવું પડશે કે પૈસા તેના છે અને તે ગેરકાયદેસર નથી.
આ માટે તેણે ATM ટ્રાન્ઝેક્શન, બેંકની રસીદ અથવા પાસબુકમાં એન્ટ્રી જેવા યોગ્ય દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા પડે છે. જો કોઈ જપ્ત કરાયેલા નાણાંનો દાવો કરતું નથી તો તે રકમ સરકારી તિજોરીમાં જમા થાય છે.
જણાવી દઈએ કે, હાલ મહારાષ્ટ્રમાં બીજેપી નેતા વિનોદ તાવડેના લોકોને રૂપિયા વહેચવાના વીડિયોએ હંગામો મચાવ્યો છે. આ સિવાય પણ ઘણી જગ્યાઓએથી લાખો રૂપિયા ઝડપાયા છે.












Click it and Unblock the Notifications
