શું છે બ્રેઈન ચિપ? જાણો કેવી રીતે પુરા માણસને કન્ટ્રોલ કરશે?
વિજ્ઞાન દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે હવે એલોન મસ્કે દુનિયાને એક અતિ આધુનિક શોધથી પરિચય કરાવ્યો છે. દાવા પર વિશ્વાસ કરીએ તો માત્ર એક ચિપથી પુરા માણસને કંટ્રોલ કરી શકાશે.
એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે માનવમાં મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવાનો દાવો કર્યો છે. એલોન મસ્કે જણાવ્યું કે આ પ્રક્રિયાને ટેલિપેથી કહેવામાં આવે છે. આ બ્રેઈન ચિપનો સૌથી વધુ ફાયદો દિવ્યાંગોને મળશે.

ન્યુરાલિંક બ્રેઈન ચિપ શું છે?
ન્યુરાલિંક બ્રેઈન ચિપ સિક્કાના આકારની છે. મગજ અને ચેતાતંત્રની વિકૃતિઓનો સામનો કરી રહેલા લોકો માટે આ ચિપનો ઉપયોગ કરી શકાય છે. આ ચિપમાં ઘણા નાના વાયર છે, એક વાયર માનવ વાળ કરતા 20 ગણો પાતળો હશે. આ ચિપને સર્જરી દ્વારા માનવ મગજના ચોક્કસ ભાગમાં ખૂબ જ કાળજીપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે.
આ સિવાય આ વાયરોમાં 1024 ઈલેક્ટ્રોડ હશે, જે મગજની દરેક હિલચાલ પર નજર રાખશે. આ ઇલેક્ટ્રોડ્સ મગજની શારીરિક અને નર્વસ પ્રવૃત્તિઓને ઉત્તેજિત કરશે. ચિપમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાનો ઉપયોગ ભવિષ્યના સંશોધનમાં થઈ શકે છે.
આ ઈલેક્ટ્રોડ્સ મગજના ન્યુરોન સિગ્નલો પર પ્રક્રિયા કરે છે. આ પછી તે ડેટા આગળ ન્યુરલિંક એપમાં જાય છે. ત્યાં સોફ્ટવેર તે ડેટાને ડીકોડ કરે છે અને તેના આધારે કાર્ય કરે છે.
આ સિવાય આ ચિપમાં અદ્યતન વાયરલેસ ટેક્નોલોજી છે. જેના દ્વારા તે ન્યુરલ સિગ્નલને કોમ્પ્યુટર કે ફોન જેવા ઉપકરણમાં ટ્રાન્સમિટ કરશે. ભવિષ્યમાં આ ચિપ ધીમે ધીમે માનવ મગજને સમજશે અને તેના અલ્ગોરિધમ મુજબ કામ કરશે અને સંકેતો આપશે.
એલોન મસ્કની ન્યુરોટેકનોલોજી કંપની ન્યુરાલિંક માનવ મગજ માટે બ્રેઈન ચિપ બનાવે છે. તેની શરૂઆત 2016માં 6 વૈજ્ઞાનિકો સાથે થઈ હતી. આ કંપની મગજ અને કોમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કોમ્યુનિકેશન ચેનલ બનાવવાનું કામ કરી રહી છે.
હવે કંપનીએ આ ચિપ બનાવી છે જેને સર્જરી દ્વારા માનવ મગજની અંદર નાખવામાં આવશે. જે પછી તે માનવ મગજની જેમ કામ કરશે. તેનો ઉપયોગ ખાસ કરીને એવા લોકો માટે કરવામાં આવશે જેઓ મગજ અને નર્વસ સિસ્ટમની વિકૃતિઓનો સામનો કરી રહ્યા છે. જો આપણે સાદી ભાષામાં સમજાવીએ તો જ્યારે શરીરનું કોઈ અંગ કામ કરવાનું બંધ કરે છે ત્યારે આપણે તેનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ, એવી જ રીતે આ બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટ છે.












Click it and Unblock the Notifications
