ગંગાજળમાં એવુ તો શું ખાસ છે કે તે ક્યારેય બગડતુ નથી? મોટા ભાગના લોકો આ વાત નથી જાણતા
હિન્દુ ધર્મમાં ગંગા નદી અને ગંગાજળનું વિશેષ મહત્વ છે. હિન્દુઓમાં જન્મથી લઈને મોત સુધીના તમામ પ્રસંગોએ ગંગાજળનો ઉપયોગ કરાય છે. જો કે મોટાભાગના લોકો એ નથી જાણતા કે ગંગાજળ બગડતુ કેમ નથી?
હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રકૃતિને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. પૂજામાં પણ પાંચ તત્વોને ઘણું મહત્વ આપવામાં આવે છે. હિન્દુ ધર્મ અને પૂજાની વાત કરીએ તો તેમાં ગંગા જળનું ખૂબ મહત્વ છે. ગંગાજળ વિના કોઈપણ પૂજા અપૂર્ણ મનાય છે.

ગંગા જળને આટલું મહત્વ આપવા પાછળ એક કારણ છે. ભલે ઘણા લોકો પૌરાણિક કથાઓ પર વિશ્વાસ ન કરતા હોય પરંતુ એ હકીકત છે કે ગંગા નદીનું પાણી ક્યારેય બગડતું પડતું. અન્ય કોઈપણ જળાશયના પાણીને બોટલમાં ભરો તો થોડા સમય પછી તે બગડી જાય છે.
માત્ર અને માત્ર ગંગા નદીનું પાણી જ એવું પાણી છે જે ક્યારેય બગડતું નથી. તો શું આ નદી ભગવાન તરફથી મળેલા વરદાનને કારણે ચમત્કારિક છે? કે તેની પાછળ કોઈ ખાસ કારણ છે?
કોઈ અન્ય નદીનું પાણી બોટલમાં ભરો છો તો તે થોડા સમય પછી સડી જાય છે. એટલું જ નહીં તેનાથી દુર્ગંધ પણ આવવા લાગે છે. ગંગાના પાણીમાં કેટલાક વાયરસ જોવા મળે છે જે સડતા બેક્ટેરિયાને વધવા દેતા નથી.
પાણીમાં કોઈ અશુદ્ધિ હોય તો તે દૂર થાય છે. આ જ કારણથી ગંગા જળને બોટલમાં ગમે તેટલા વર્ષો સુધી રાખવામાં આવે તો પણ તેની દુર્ગંધ આવતી નથી અને બગડતું નથી.












Click it and Unblock the Notifications
