શિલ્પા શેટ્ટી જેસ્ટેશનલ સરોગસીથી બની 44 વર્ષની ઉંમરે મા, જાણો સરોગસીના પ્રકાર
ચાલો જાણીએ કે ટ્રેડિશનલ અને જેસ્ટેશનલ સરોગસી શું હોય છે અને કેટલો ખર્ચ આવે છે.
બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં ઘણી ચર્ચામાં છે. વાસ્તવમાં શિલ્પા શેટ્ટી સરોગસીથી મા બની ગઈ છે. બૉલિવુડમાં ઘણી કપલ્સ સરોગસીની મદદથી માતાપિતા બની ચૂક્યા છે. શાહરુખ ખાન, કરણ જોહર, તુષાર કપૂર, આમિર ખાન જેવા બૉલિવુડ સ્ટાર સરોગસીની મદદથી પેરેન્ટ્સ બન્યા છે. કરણ જોહર વર્ષ 2017માં સરોગસીની મદદથી 2 બાળકોના પિતા બન્યા છે. શિલ્પા શેટ્ટી કુંદ્રાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાના મા બનવાના સમાચાર શેર કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની દીકરીનો ફોટો શેર કરીને ફેન્સને ખુશખબરી આપી છે. તેમની દીકરી સમીષા શેટ્ટી કુંદ્રાનો જન્મ 15 ફેબ્રુઆરી 2020એ થયો છે. શિલ્પા શેટ્ટીને આ દીકરી સરોગસીની મદદથી મળી છે.

સરોગસીનો શું છે
સરોગસી વિશે ઘણીવાર લોકો ભાડાની કૂખ વિશે જ વિચારે છે પરંતુ ભાડાની કૂખ સિવાય પણ સરોગસી હોય છે. ટ્રેડિશનલ અને જેસ્ટેશનલ બે પ્રકારની સરોગસી હોય છે. ચાલો જાણીએ કે ટ્રેડિશનલ અને જેસ્ટેશનલ સરોગસી શું હોય છે અને કેટલો ખર્ચ આવે છે. સરોગસીનો પહેલો પ્રકાર ભાડાની કૂખ છે. સરોગસીમાં કોઈ પણ પરિણીત કપલ બાળક પેદા કરવા માટે કોઈ પણ મહિલાની કૂખ ભાડે લઈ શકે છે. સરોગસીથી બાળક પેદા કરવા માટે ઘણા કારણ છે, જે કપલના પોતા બાળક ન થઈ રહ્યા હોય, મહિલાના જીવને જોખમ હોય, એવામાં ભાડાની કૂખની મદદથી મા બની શકાય છે.

ટ્રેડિશનલ સરોગસી
આ સરોગસીને ભાડાની કૂખના નામથી પણ ઓળખવામાં આવે છે. ટ્રેડિશનલ સરોગસીમાં પિતાના સ્પર્મને સરોગસી મહિલાના એગ્સથી મેચ કરવામાં આવે છે. આ સરોગસી દ્વારા બાળકનો સંબંધ માત્ર પિતા સાથે હોય છે. ટ્રેડિશનલ સરોગસી દ્વારા કરણ જોહર પિતા બન્યા છે.

જેસ્ટેશનલ સરોગસી
આ સરોગસી હાલમાં ઘણી ટ્રેન્ડમાં છે. જેસ્ટેશનલ સરોગસીમાં માતાપિતાના સ્પર્મ અને એગ્સને ટેસ્ટ ટ્યૂબ દ્વારા લેબમાં થોડા દિવસ રાખીને સરોગેટ મધરા યુટ્રસમાં નાખવામાં આવે છે. આ બાળકનો સંબંધ માતાપિતા બંને સાથે હોય છે. શિલ્પા શેટ્ટી પણ જેસ્ટેશનલ સરોગસીના માધ્યમથી મા બની છે.

સરોગસીનો ખર્ચ
જે મહિલા પોતાની કૂખમાં બાળક પાળે છે તે સરોગેટ મધર કહેવાય છે. સરોગસીમાં એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે. આ એગ્રીમેન્ટમાં પેદા થનાર બાળકના લીગલી માતાપિતા એ હોય છે જેમણે સરોગસી કરાવી છે. સરોગસી માની પ્રેગ્નેન્સી દરમિયાન મેડીકલ જરૂરિયાત ખાનપાનનુ ધ્યાન રાખવાનુ હોય છે. સાથે જ બધો ખર્ચ એ કપલને ઉઠાવવાનો હોય છે. સરોગસીથી બાળક પેદા કરવામાં 10થી 20 લાખનો ખર્ચ આવે છે. સરોગસીનો ખર્ચ એગ્રીમેન્ટ પર આધારિત હોય છે.












Click it and Unblock the Notifications
