મેટ્રોપોલિટન અને કોસ્મોપોલિટન સિટી વચ્ચે શું તફાવત છે? જાણો કેવી રીતે નક્કી થાય છે?
ભારત જેવા દેશોમાં નાનાથી લઈને મોટા તમામ પ્રકારના શહેર અસ્તિત્વમાં છે. જો કે મોટાબાગના લોકોને એ નથી ખબર કે આ શહેરોને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
તમે ઘણી વખત કોસ્મોપોલિટન સિટી અને મેટ્રોપોલિટન સિટી જેવા શબ્દો સાંભળ્યા હશે. કોસ્મોપોલિટન સિટી અને મેટ્રોપોલિટન સિટી વચ્ચેનો અર્થ અને તફાવત આજે અમે તમને જણાવીશું.

મેટ્રોપોલિટન શબ્દ ગ્રીક શબ્દ મેટ્રોપોલિટેનસ પરથી આવ્યો છે. તેનો અર્થ માતૃ રાજ્યનો નાગરિક થાય છે. મેટ્રોપોલિટન વિસ્તાર ગીચ વસ્તીવાળા શહેરી કેન્દ્ર અને તેની આસપાસના ઓછા વસ્તીવાળા વિસ્તારો, શેરિંગ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગનો સમાવેશ થતો વિસ્તાર છે.
મેટ્રો વિસ્તારમાં સામાન્ય રીતે અનેક અધિકારક્ષેત્રો અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. જેમ જેમ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓ બદલાઈ છે તેમ મેટ્રોપોલિટન વિસ્તારો પ્રભાવશાળી આર્થિક અને રાજકીય પ્રદેશો બની ગયા છે.
કોસ્મોપોલિટન શબ્દ પ્રાચીન ગ્રીક શબ્દ કોસ્મોપોલિટસ પરથી આવ્યો છે. કોસ્મોસ એટલે વિશ્વ અથવા બ્રહ્માંડ, જેનો અર્થ નાગરિક અથવા શહેર થાય છે. હાલના સમયમાં આ શબ્દનો ઉપયોગ વિશ્વના નાગરિકને વ્યાખ્યાયિત કરવા માટે કરવામાં આવે છે.
કોસ્મોપોલિટન શહેર એ છે જ્યાં વિશ્વના વિવિધ ભાગોના લોકો વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને રીતરિવાજો સાથે રહે છે.
મેટ્રોપોલિટન શહેરને એવા એક શહેર તરીકે સમજી શકાય જે વિવિધ જાતિઓ, માન્યતાઓ અને સંસ્કૃતિના લોકોને એકસાથે રાખે છે. તેને તમામ વૈશ્વિક શહેરો દ્વારા સ્વીકારવામાં આવે છે, જે સંસ્કૃતિના પાયા પર બનેલ છે અને શહેરને મહાન બનાવે છે.












Click it and Unblock the Notifications
