ફ્લાયઓવર અને ઓવર બ્રિજ વચ્ચે શું તફાવત છે? હકિકતમાં આ બન્ને એક નથી
ભારતના મોટા શહેરો ઝડપથી બદલાઈ રહ્યા છે. શહેરોમાં બદલાવ પાછળ એક કારણે મોટા મોટા ફ્લાયઓવર અને ઓવર બ્રીજ છે. આનાથી ટ્રાફિક સહિતની ઘણી સમસ્યાઓ ઝડપથી ઘટી છે.
તમે ઘણી વખત ફ્લાય ઓવર કે ઓવર બ્રિઝ જેવા શબ્દો સાભળતા હશો અને તમને લાગતું હશે કે બન્ન એક જ છે. જો કે એવુ બિલકુલ નથી. આ બન્ન તદ્દન અલગ છે અને આજે આ તફાવત અમે તમને જાણાવીશુ.

શહેરને ટ્રાફિક જામની સમસ્યાથી બચાવવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ભારતમાં ઝડપથી એક્સપ્રેસ વે, હાઈવે અને ફ્લાય ઓવર અને ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
તમે ફ્લાયઓવર અને ઓવરબ્રિજ વચ્ચેનો તફાવત ન જાણતા હોય તો તમને જણાવી દઈએ કે, ફ્લાયઓવર ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે બનાવવામાં આવે છે.
ફ્લાયઓવરની મહત્તમ લંબાઈ સાત કિલોમીટર જેટલી હોઈ શકે છે તો ઓવરબ્રિજ રોડ ઉપર બાંધવામાં આવે છે.
ઓવરબ્રિજનો હેતુ ટ્રેનને કોઈપણ અવરોધ વિના પસાર થવા દેવાનો છે. આ ઉપરાંત તે એવી જગ્યાએ પણ બનાવવામાં આવે છે જ્યાં ભારે ટ્રાફિકને કારણે રસ્તો ક્રોસ કરવો મુશ્કેલ હોય છે.
જણાવી દઈએ કે, ભારત જેવા દેશોમાં ફ્લાય ઓવર અને ઓવર બ્રિજના કારણે શહેરમાં ઘણી મોટી સમસ્યાઓ હલ થઈ રહી છે. ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે ત્યારે ભારતના મોટા શહેરોમાં ઝડપથી ફ્લાય ઓવર અને ઓવર બ્રિજ બની રહ્યા છે.












Click it and Unblock the Notifications
