ટીનએજ છોકરાઓને ગમે છે આવી છોકરીઓ
પુરુષોને સમજવા થોડા મુશ્કેલ હોય છે. કારણ કે તેમના રફ એન્ડ ટફ લૂક પાછળ ધણીવાર એક સૌમ્ય ચહેરો પણ છુપાયેલો હોય છે. અને તેમાં પણ જ્યારે તે કિશોર અવસ્થામાં હોય છે ત્યારે પુરુષો પોતે પણ પોતાની જાતને સમજવા માટે અક્ષમ હોય છે ત્યારે અન્યની તો વાત જ શું પુછો?
પણ આ કિશોર અવસ્થામાં તમારી જોડે બીજુ કંઇ થાય કે ના થાય "પ્રેમ" જરૂરથી થઇ જાય છે. કે પછી બીજા શબ્દોમાં કહું તો "પ્રેમમાં પડી જવાય છે" જો કે કિશોર અવસ્થામાં યુવાનો ખુબ જ મૂડી, ઉન્મત્ત, બહુર્મુખી કે આંતરમુર્ખી કે પછી હાર્મોન્સના કારણે અલગ જ પ્રકારના બની જતા હોય છે.
ત્યારે આ ઉંમરના યુવાનોને કેવી છોકરીઓ ગમે છે. તેમના માટે પ્રેમની પરિભાષા કેવી અલગ હોય છે જાણો અહીં. કારણ કે ઉંમર બદલાતા પુરુષોની સ્ત્રીઓને પસંદ કરવાની પસંદ પણ બદલાઇ જતી હોય છે.

સુંદર અને આકર્ષક ચહેરો
ટીનએજ છોકરા માટે તેની ગર્લફ્રેન્ડ સારી દેખાય છે તે વાત ખૂબ જ મહત્વની હોય છે. તેમને તેવી છોકરીઓ ગર્લફ્રેન્ડ તરીકે ગમે જેને જોઇને તેમના મિત્રો જલી મરે!

આત્મવિશ્વાસ
કિશોર અવસ્થામાં યુવકોમાં આત્મવિશ્વાસની ખૂબ જ કમી હોય છે. ખીલ, વજન, અવાજના ફેરફાર અને નવી નવી દાઢી જેવા પ્રશ્નો તેમનો આત્મવિશ્વાસ છણવી લે છે. ત્યારે તેમને તેવી છોકરીઓ વધુ ગમે છે જે તેમનો આત્મવિશ્વાસ વધારે, કે પછી તેવી છોકરીઓ જે તેમના બહારી દેખાવ નહીં પણ મનને સમજે.

સમાન રસ
કિશોર અવસ્થામાં બન્ને લોકો સમાન રસ ધરાવે તેવું છોકરાઓને વધુ ગમે છે. જે છોકરીને ક્રિકેટ, રમત કે ફિલ્મોમાં વધુ રસ હોય તેવી છોકરીઓ ટીનએજ છોકરાની પહેલી પસંદ હોય છે.

સ્ટાલિશ
યુવાન છોકરાઓને સ્ટાયલીશ યુવતીઓ વધુ ગમે છે. ટ્રેન્ડી ફેશનને ફોલો કરતી અને ગ્રુપમાં કૂલ ગણાતી છોકરીઓ, કિશોર ઉંમરે છોકરાઓની પહેલી પસંદ હોય છે.

પોતાનાથી મોટી ઉંમર
ધણા છોકરાઓને કિશોર અવસ્થામાં મેચ્યોર યુવતીઓ માટે ગજબનો ક્રેઝ હોય છે. કેટલાક છોકરાઓને નખરાયી યુવતીના બદલી સમજદાર મહિલાઓ વધુ પસંદ હોય છે.

હિરો બનવાનો શોખ
વળી આ ઉંમરે યુવકોને હિરો બનવાનો ભારે શોખ હોય છે. મુસબતમાં પડેલી, બિચારી છોકરીને બચાવવાની ઇચ્છા આ ઉંમરનો દરેક યુવક ધરાવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
