તમારી પત્ની કે પ્રેમિકાના ગમતા રંગ પરથી જાણો તેનો સ્વભાવ

સામાન્ય રીતે મહિલાઓને ગુલાબી, લાલ જેવા રંગો વધુ પસંદ હોય છે. અને મોટા ભાગની સ્ત્રીઓ બ્લુ કપડામાં પણ વધુ જોવા મળતી હોય છે. તમે પણ જોયું હશે કે તમારી પત્ની કે પ્રેમિકાને કોઇ ખાસ રંગ પર વધુ પડતો મોહ હોય છે. જ્યારે પણ બજારમાં કંઇ ખરીદવા જાય ત્યારે તે રંગની વસ્તુ જ ખરીદી આવે. અને જો તેમને તે રંગની કોઇ ગીફ્ટ પણ આપવામાં આવે તો તેમને વધુ ગમે. ત્યારે શું તમને ખબર છે કે આપણી પસંદ ના પસંદ પણ આપણા વ્યક્તિત્વ વિષે ધણું બધું કહી જાય છે.

ત્યારે આજે અમે તમને રંગોના આધારે વ્યક્તિના સ્વભાવ અને પસંદ વિષે જણાવાના છીએ. તો જાણો જો કોઇને ગુલાબી, બ્લુ, લાલ, લીલા કે કેસરી રંગ ગમતો હોય તો તેમનો કેવો સ્વભાવ હોય છે. તમારી પત્ની કે પ્રેમિકાને વધુ સારી રીતે સમજવા અપનાવી જુઓ આ ટિપ્સ. તો રંગશાસ્ત્ર પર આધારિત આ આર્ટીકલમાં વાંચો કેટલીક રસપ્રદ અને રોચક માહિતી...

લાલ

લાલ

લાલ રંગ પસંદ કરતી મહિલાઓ ગ્લેમરસ, રોમાન્ટિક હોય છે. જો કે તેમને ગુસ્સો પણ થોડો જલ્દી જ આવે છે અને તે આક્રમક પણ હોય છે.

પીળો

પીળો

પીળો રંગ પસંદ કરનારી મહિલાઓ દયાળુ, શાંત, કોમળ, સ્વીટ અને અનુશાનપ્રિય હોય છે.

કાળો રંગ

કાળો રંગ

મોટા ભાગની મોર્ડન મહિલાઓ કાળો રંગ પસંદ કરે છે. જો કહેવાય છે કે આવો રંગ પસંદ કરતી મહિલાઓ રિઝર્વ ટાઇપની હોય છે. તે પ્રભાવી અને સામાન્ય રીતે ઉચ્ચ પોસ્ટ પર કામ કરતી મહિલાઓ હોય છે. અને તેમનો સ્વભાવ ગુસ્સા વાળો પણ હોય છે.

ગુલાબી

ગુલાબી

મોટાભાગની મહિલાઓને પિંક એટલે કે ગુલાબી રંગ પણ ખુબ જ પસંદ હોય છે. આવી મહિલાઓ આત્મવિશ્વાસી, એક્ટિવ અને ક્યૂટ હોય છે. વળી સૌદર્યપ્રિય તેવી આ મહિલાઓ ખૂબ જ સ્ટાયલિશ હોય છે.

બેંગની કે પર્પલ

બેંગની કે પર્પલ

પર્પલ રંગ પસંદ કરતી મહિલાઓ ફેશનપરસ્ત હોય છે. સ્વભાવની ખર્ચીલી તેવી આ મહિલાઓનું મન સાફ હોય છે.

લીલો

લીલો

આવી મહિલાઓને આડંબર પ્રિય હોય છે. તેમને એશો-આરામનું જીવન જીવવાનું પસંદ હોય છે. આવી મહિલાઓને વૈભવ પસંદ હોય છે.

સફેદ

સફેદ

આવી મહિલાઓ શાંત અને કોમળ સ્વભાવની હોય છે. વળી તે સંજોગોની સાથે અનુકૂળ પણ જલ્દી થઇ જાય છે. વળી તેમની માસૂમિયત અને સરળતા તેમની ખાસિયત હોય છે.

બ્લુ

બ્લુ

બ્લુ રંગ પસંદ કરતી મહિલાઓ ખુબ જ હસમુખી હોય છે. આવા લોકોને મોટે ભાગે તમામ લોકો પસંદ કરતા હોય છે અને તેમને પાર્ટીનો ભારે શોખ હોય છે.

આસમાની

આસમાની

આસમાની વાદળી રંગ પસંદ કરતી મહિલાઓ ખૂબજ અનુશાસિત હોય છે. અને જીવનના દરેક રંગને માણનારી હોય છે. આવી મહિલાઓ ભરોસાપાત્ર પણ હોય છે.

નારંગી

નારંગી

નારંગ રંગને પસંદ કરનાર મહિલાઓ સ્નેહમયી અને ફ્રેન્ડલી હોય છે. અને તે પોતાના મિત્રો માટે કંઇક પણ કરવા તત્પર હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X