ભારતમાં ક્યાંથી આવ્યો દારૂ? જાણો શું કહે છે ઇતિહાસ?
ભારતમાં દારૂ સદીઓથી પીવાતો આવ્યો છે. ક્યારેક રાજા-મહારાજાઓ શોખથી દારૂની મહેફીલ જમાવતા. જો કે દારૂનું કલ્ચર ભારતમાં આવ્યુ તેને વધારે સમય નથી થયો.
અહીં તમને એક સવાલ થતો હશે કે ભારતમાં દારૂ ક્યાંથી આવ્યો? મુઘલો લાવ્યા કે અંગ્રેજોએ આ કલ્ચરને ભારતમાં વિકસિત કર્યુ.

જણાવી દઈએ કે, ભારતમાં દારૂના ઉપયોગનો ઈતિહાસ ઘણો જૂનો છે. ઋગ્વેદમાં મદિરાના વિવિધ પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં ધાર્મિક વિધિઓમાં દારૂનું સેવન કરવામાં આવતું હોવાના પુરાવા છે.
દારૂને સોમ રસના રૂપમાં દેવતાઓને અર્પણ કરાતો હોવાનો પણ ઉલ્લેખ છે. જો કે તે સમયે દારૂનું સેવન સામાન્ય લોકોમાં એટલું પ્રચલિત નહોતું. ભારતીય સંસ્કૃતિમાં દારૂનું સેવન મુખ્યત્વે ધાર્મિક વિધિઓ અને ખાસ પ્રસંગો પૂરતું મર્યાદિત હતું.
જો કે આ પછી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના સાથે શાહી દરબારોમાં દારૂનું સેવન વધ્યુ. મુઘલ સામ્રાજ્યમાં દારૂનું સેવન સામાજિક દરજ્જો અને શાહી જીવનશૈલીનો ભાગ ગણાતું.
અહેવાલો અનુસાર અકબર દારૂથી દુર રહેતો હતો, પરંતુ તેના દરબારમાં તેનું સેવન સામાન્ય હતું. અકબરના દરબારમાં દારૂ એક સામાજિક અને સાંસ્કૃતિક પ્રતીક બન્યો હતો.
અકબર બાદ બાદશાહ જહાંગીરને દારૂનો શોખ હતો અને તેણે દારૂને તેની દરબારી સંસ્કૃતિનો વિશેષ ભાગ બનાવ્યો. તેના શાસનકાળ દરમિયાન દારૂને એક શાહી રીત તરીકે જોવામાં આવ્યું. તેણે મુઘલ દરબારોમાં દારૂની વિશેષ જાતો પીરસવાનું પણ શરૂ કર્યુ.
કહેવાય છે કે તેને રાજ્યમાં દારૂના વેપારને પ્રોત્સાહન આપ્યું. આ પછી શાહજહાંના શાસનકાળમાં પણ શાહી દરબારમાં દારૂનું સેવન પ્રચલિત રહ્યું. આ સમય સુધીમાં ભારતમાં દારૂ મોટા વર્ગના ઘર સુધી પહોંચ્યો. તેનું સેવન માત્ર રાજાઓ, સમ્રાટો અને અંગ્રેજો જેવા ઉચ્ચ વર્ગના લોકો કરતા હતા.
બ્રિટિશ સામ્રાજ્યમાં ભારતમાં દારૂનો વ્યાપ વધ્યો અને વ્યાપારનું રૂપ લઈ લીધુ. સામાન્ય લોકોમાં સામાન્ય આદત બની ગઈ. અંગ્રેજોએ દારૂને વ્યવસાયનું સાધન બનાવ્યું, જેમાંથી તેમને આવક થતી હતી. અંગ્રેજોએ દારૂના ઉત્પાદન અને વિતરણ પર કર મુકીને લૂંટ ચલાવી હોવાના પણ પુરાવા છે.












Click it and Unblock the Notifications
