વોટ આપ્યા બાદ આંગળી પર લગાવાતી શાહી ક્યાં બને છે? જાણો કેમ દિવસો સુધી નથી નીકળતી?

ભારતમાં ચૂંટણીનો માહોલ છે. કેટલાક રાજ્યોમાં તબક્કાવાર મતદાન શરૂ થઈ ગયુ છે. જો તમે પણ મત આપ્યો હશે તો તમારી આંગળી પર એક ખાસ શાહી લગાવાઈ હશે. આજે આપણે આ શાહી વિશે જ વાત કરવાના છીએ.

જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે મતદાન મથક પર ખાસ શાહીથી આગળી પર નિશાન કરાય છે. તેનો અર્થ એ થાય છે કે તમે મતદાન કર્યું છે. આ નિશાનના કારણે જ કોઈ મતદાર બે વાર મતદાન કરી શકતો નથી.

voting ink

અહીં સવાલ એ છે કે તમે ક્યારેય વિચાર્યું કે આ શાહીમાં એવુ તો શું ખાસ છે કે તે દિવસો સુધી રહે છે? આ ઉપરાંત એવું કહેવાય છે કે તે ભારતમાં નથી બનતી અને વિદેશથી આયાત કરવામાં આવે છે.

જો કે ભારતમાં નથી બનતી એ વાત ખોટી છે અને વોટિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતી શાહી માત્ર ભારતમાં જ બને છે અને અન્ય કોઈ દેશમાંથી આયાત કરવામાં આવતી નથી.

ભારતમાં વપરાતી તમામ શાહી મૈસુરમાં બને છે. મૈસૂરમાં એક કંપની મૈસૂર પેન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ આ બનાવે છે. આ કંપનીમાં જ દેશભરમાં ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતી ખાસ શાહી બનાવવામાં આવે છે.

અહેવાલો અનુસાર, આ કંપની 1962થી આ શાહી સપ્લાય કરી રહી છે. ખાસ વાત એ છે કે કંપની માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય 30 દેશોમાં પણ શાહી સપ્લાય કરે છે. ચૂંટણી પંચ આ ખાસ શાહીનો આદેશ આપે છે અને દરેક ચૂંટણી પહેલા મતદારોની સંખ્યાના આધારે શાહી બનાવવામાં આવે છે.

અહેવાલ અનુસાર, આ શાહીમાં શું નંખાય છે તેની માહિતી માત્ર કંપનીના ક્વોલિટી મેનેજર પાસે છે અને તેને ખાસ સુરક્ષિત લેબમાં બનાવવામાં આવે છે.

જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે આ કંપનીએ 36 લાખ બોટલનું ઉત્પાદન કર્યું હતું અને દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવી હતી. આ શાહી વિધાનસભા અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણી વખતે પણ બનાવવામાં આવે છે.

આ શાહીની નાની બોટલની કિંમત લગભગ 164 રૂપિયા છે. તે કાચા માલની કિંમત પર નિર્ભર કરે છે. આ દરમાં કેટલાક ફેરફારો પણ થતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X