ધરતી પર ક્યાંથી આવ્યુ આટલુ બધુ સોનું? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો?
ભારત સહિત દુનિયાભરમાં સોનાની બોલબાલા છે. ભારતમાં મહિલાઓ સોનાના ઘરેણા બનાવીને પહેરે છે તો બીજી તરફ વિશ્વ વેપારમાં સોનાનો મોટો રોલ છે.
જ્યારે પણ સોનાની વાત આવે ત્યારે એક સવાલ ચોક્કસ આવે કે પૃથ્વી પર સોનું કેવી રીતે પહોંચ્યુ? આ સવાલ સોનાની કિંમત જેટલો મોટો છે.

જણાવી દઈએ કે, સોનાની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સોનું ખરેખર ક્યાંથી આવ્યું. સોનુ આદિકાળથી જોવા મળે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની અંદર જે સોનું છે તે પૃથ્વીની મિલકત નથી. વૈજ્ઞાનિકોના મતે સોનું પૃથ્વી પર અવકાશમાંથી આવ્યું છે. આ લગભગ ચાર અબજ વર્ષ પહેલાં ઉલ્કાવર્ષા દરમિયાન પૃથ્વી પર પહોંચ્યું હતું.
વૈજ્ઞાનિકો અનુસાર, આ ઉલ્કાઓમાં સોનાના કણો હાજર હતા, જે પૃથ્વીની સપાટી પર એકઠા થઈ ગયા હતા. વૈજ્ઞાનિકો તેને લેટ વેનેર હાઈપોથીસિસ પણ કહે છે. ચંદ્રના ખડકોમાં પણ સોનાના કણો જોવા મળ્યા છે. કહેવાય છે કે ચંદ્ર અને પૃથ્વી પર અવકાશમાંથી રેડિયમ ધરાવતી ઉલ્કાઓ પડી હતી.
જણાવી દઈએ કે, સોનાનો ઉપયોગ ઘરેણા સિવાય દુનિયાભરની સરકારો રિઝર્વ માટે પણ કરે છે. રિઝર્વમાં રહેલુ સોનું દેશની ઈકોનોમી માટે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય છે. પૃથ્વી પરથી સૌથી ચર્ચિત ધાતુમાં સોનુ સૌથી ઉપર છે.












Click it and Unblock the Notifications
