ક્યારેય જોઇ છે વ્હાઇટ ગોલ્ડથી બનેલી કાર?
આ દુનિયામાં એકથી એક અજૂબાઓ ભર્યા છે. ત્યારે વ્યક્તિઓનો શોખ અને અઢળક સંપત્તિ જાતે જ કોઇને કોઇ અજૂબાને જન્મ આપે છે. તમે લોંખડ અને એલ્યુમિનિયમની બોડીથી બનેલી કારોને તો ઘણી જોઇ હશે પરંતુ શું ક્યારેય તમે સોનાથી બનેલી કાર અંગે વિચાર્યું છે. નહીં તો ચાલો અમે તમને બતાવીએ એક આવી જ અજીબો ગરીબ પરંતુ અદભૂત કાર અંગે.
અબુધાબીમાં એક કરોડપતિએ પોતાના શાહી શોખમાં વધારો કરતા હવે વ્હાઇટ ગોલ્ડથી બનેલી શાનદાર મર્સીડિઝ બેન્ઝ કાર બનાવી છે. તમને જણાવી દઇએ કે આ આકર્ષક વ્હાઇટ ગોલ્ડ કારનું નિર્માણ વ્હાઇટ ગોલ્ડના પેન્ટથી નહીં પરંતુ ઓરિજિનલ વ્હાઇટ ગોલ્ડના મેટલ સીટના પ્રયોગથી બનાવવામાં આવી છે. જી હાં, શોખ ઘણી મોટી વસ્તુ છે અને આ કરોડપતિ શાન પોતાની આ ચમચમાતી કારને લઇને દરરોજ ચક્કર મારે છે. ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ શ્રેષ્ઠ કાર અંગે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
આ કારનું એન્જીન ઘણું જ દમદાર છે. કંપનીની આ કારમાં વી 10 એન્જીનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે કારને 1600 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
આ કારની સ્પીડ જાણીને તમે દંગ રહી જશો. જી હા, આ કાર માત્ર 2 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
આ તસવીર ઓરિઝન મર્સીડિઝ બેન્ઝ એસએલઆર મેકલેરનની છે. વિશ્વભરમાં આ કાર પોતાના શાનદાર દેખાવ અને ઝડપ માટે જાણીતી છે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
આ કારને ગોલ્ડ સીટમાં સજાવવાનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું હતું. આ કાર્ય કરવા માટે ખાસ એન્જિનીયર અને વિશેષ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
પ્યોર વ્હાઇટ ગોલ્ડથી સજાવેલી આ કારની કિંમત પણ એવી જ છે, માહિતી અનુસાર આ કારનું નિર્માણ લગભગ 2.5 મીલિયન ડોલરના ખર્ચે કરવામાં આવ્યું છે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
એવું પહેલીવાર થઇ રહ્યું છે કે જ્યારે કોઇ કારને વ્હાઇટ ગોલ્ડથી તૈયાર કરવામાં આવી હોય. વિશ્વભરમાં આ કાર ઘણી જ જાણીતી છે.

વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ
વ્હાઇટ ગોલ્ડ મર્સીડિઝ બેન્ઝ












Click it and Unblock the Notifications
