કોણ છે યૂટ્યુબર ધ્રુવ રાઠી? જાણો કેમ ફરીથી ચર્ચામાં છે?
મોદી સરકારની ખેડૂતો અને ગરીબો વિરોધી નીતિઓને ગણ્યાગાંઠ્યા લોકો જ વિરોધ કરે છે. આવા લોકોમાં એક નામ ધ્રુવ રાઠીનું નામ છે. હવે તે ફરીથી ચર્ચામાં છે.
યુટ્યુબર ધ્રુવ રાઠી હવે ફરીથી ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર ધ્રુવ રાઠીને લગતા હેશટેગ્સ ચાલી રહ્યા છે. તેનું કારણ છે ધ્રુર રાઠીનો એક વિવાદાસ્પદ વીડિયો છે, જેમાં તેણે ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરી છે.

ધ્રુવ રાઠીના આ વીડિયોને માત્ર 2 દિવસમાં જ યુટ્યુબ પર 81 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોમાં યુટ્યુબર ધ્રુવ રાઠીએ ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ જેવી સંસ્થાઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.
વીડિયોની શરૂઆતમાં ધ્રુવ રાઠી પૂછતા જોવા મળે છે કે શું આપણા દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે? આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જો તમે સોશિયલ મીડિયા પર છો તો તમે ધ્રુવ રાઠીને ન ઓળખો એ શક્ય નથી. ધ્રુવ રાઠી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ, યુટ્યુબર અને વ્લોગર છે. યુટ્યુબ પર તેના લગભગ 15 મિલિયન ફોલોઅર્સ છે જે તેને ભારતના સૌથી મોટા યુટ્યુબર્સમાંથી એક બનાવે છે.
જર્મનીને પોતાનું ઘર બનાવનાર ધ્રુવ રાઠીના વીડિયો સામાજિક, રાજકીય અને પર્યાવરણીય મુદ્દાઓ પર હોય છે. તે તેના રાજકીય વીડિયો માટે વધુ પ્રખ્યાત છે. આમાં તે હકીકત તપાસે છે અને વિગતવાર સમજાવે છે. શરૂઆતમાં તે પ્રવાસના વીડિયો બનાવતો હતો. આ પછી તેણે રાજકીય અને સામાજિક વિષયોને આવરી લેવાનું શરૂ કર્યું.
29 વર્ષીય ધ્રુવ રાઠી જાટ સમુદાયનો છે અને તે હરિયાણાના રોહતકનો રહેવાસી છે. તે દિલ્હીમાં ઉછર્યા અને દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાં અભ્યાસ કર્યો છે. તેણે કાર્લસ્રુહે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી જર્મનીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને ત્યારબાદ તે જ સંસ્થામાંથી રિન્યુએબલ એનર્જીમાં માસ્ટર ડિગ્રી મેળવી.
યુટ્યુબર પર ધ્રુવ રાઠી વ્લોગ્સ નામની બીજી યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે, જ્યાં તે તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વ્લોગ્સ શેર કરે છે. એટલું જ નહીં તેણે નેટફ્લિક્સ ઇન્ડિયાઝ ડીકોડ જેવા શો હોસ્ટ કર્યા છે.
ધ્રુવ રાઠીના પ્રારંભિક વીડિયોમાં તે મોદી અને બીજેપીની ટીકા કરતી વખતે કેજરીવાલ સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. આ જ કારણ છે કે ધ્રુવ રાઠીના ટીકાકારો તેને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો એજન્ટ કહે છે.
ધ્રુવના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2021માં વિયેનામાં તેની પત્ની જુલી સાથે લગ્ન કર્યા. આ પછી બંનેએ 2022માં ફરી એકવાર ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા. ધ્રુવ તેની પત્ની જુલીને પહેલીવાર 2014માં મળ્યો.
લગ્ન પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. ધ્રુવ તેની પત્ની સાથે યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જ્યાં તે તેના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધ્રુવ રાઠીની કુલ સંપત્તિ લગભગ $4 મિલિયન છે.












Click it and Unblock the Notifications
