લેન્ડિંગ-ટેકઓફ દરમિયાન કેમ ખોલી દેવાય છે પ્લેનના પડદા? જાણો શું છે કારણ?
હવાઈ મુસાફરી દરમિયાન ઘણી એવી બાબતો છે જેને પ્લેનમાં હાજર ફ્લાઈટ એટેન્ડન્ટ તમને જણાવે છે. આવી જ એક બાબત છે પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન બારીઓ ખોલી દેવાની.
તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પણ પ્લેન લેન્ડિંગ કે ટેકઓફ કરે ત્યારે તેના પડદા ખોલી દેવામાં આવે છે. આમ કરવા પાછળ ખાસ કારણ છે.

જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરી હોય તો તમે જોયું જ હશે કે મુસાફરોને તેમના મોબાઇલને ફ્લાઇટ મોડમાં મૂકવા માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત સીટ બેલ્ટ અને ઓક્સિજન માસ્કની સુચનાઓ પણ આપવામાં આવે છે.
આ સિવાય વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ સમયે બારીઓના પડદા ખોલવાનું કહેવામાં આવે છે. એર હોસ્ટેસ પોતે દરેક સીટ પર જાય છે અને પડદા ખોલે છે. જો કોઈ મુસાફર આમ ન કરે તો તેને કડકાઈથી તેમ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ આનું કારણ તમે ભાગ્યે જ વિચાર્યું હશે.
બારીના પડદા હટાવવા પાછળનું મુખ્ય કારણ મુસાફરોની સુરક્ષા છે. મોટાભાગના વિમાન અકસ્માતો લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન થાય છે. બારીના પડદા ખોલવા પાછળનું કારણ એ છે કે મુસાફરોને ખબર પડે કે બહાર શું થઈ રહ્યું છે. આ ઉપરાંત તેણે આ ઘટનાઓથી વાકેફ હોવું જોઈએ અને તેના માટે તૈયાર રહેવું જોઈએ.
આ સિવાય લેન્ડિંગ ટેકઓફ સમયે ટ્રે ટેબલ પણ બંધ હોય છે. કારણ કે જો પ્લેનમાં અકસ્માત થાય છે તો મુસાફરો આગળની સીટ પર પડી જાય છે. જો ટ્રે ટેબલ ખુલે તો મુસાફરોને ઈજા પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
