ચામાચીડિયા ઉંધા કેમ લટકે છે? જાણો જમીન પર કેમ ક્યારેય ઉતરતા નથી?

ચામાચીડિયાની દુનિયા રહસ્યોથી ભરેલી છે. તમે પણ ઘણી જગ્યાઓએ હજારોની સંખ્યામાં ચામાચીડિયાને લટકતા જોયા હશે. અહીં તમે એક વાત નોટીસ કરી હશે કે ચામાચીડિયા ઉંધા લટકેલા હોય છે.

આ સ્થિતીમાં તમે એ જાણો છો કે ચામાચીડિયા શા માટે ઊંધા લટકે છે? શા માટે જમીન પરથી ઉડી નથી શકતા? આમ થવા પાછળ એક ખાસ કારણ છે.

bats

તમને જાણીને નવાઈ લાગશે કે ચામાચીડિયા પૃથ્વી પર ડાયનાસોર પહેલાથી છે. તે અત્યંત તાપમાન ધરાવતા રણમાં અને સૌથી ઠંડા ધ્રુવીય પ્રદેશોમાં પણ જોવા મળે છે. તેમની પાસે કેટલીક અદ્ભુત ક્ષમતાઓ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, નાના ભૂરા ચામાચીડિયા હાઇબરનેશનમાં જાય છે અને એક કલાક સુધી શ્વાસ લેતા નથી. ફિશિંગ બેટમાં એક ખાસ સેન્સર હોય છે, જે તેમને અન્ય જીવો કરતાં માછલીઓને ઝડપથી ઓળખાવે છે. ચામાચીડિયા માત્ર કાળા નથી, હોન્ડુરાન બેટ સફેદ હોય છે અને તેનુ નાક પીળું હોય છે.

તમને સવાલ થતો હશે કે અન્ય પક્ષીઓની જેમ ચામાચીડિયા જમીન પરથી કેમ નથી ઉડી શકતા? તો જણાવી દઈએ કે, તેની પાંખો પૂરતી લિફ્ટ પૂરી પાડતી નથી અને તેમના પાછળના પગ એટલા નાના અને અવિકસિત છે કે તે દોડી શકતા નથી અને ઝડપ મેળવી શકતા નથી.

ચામાચીડિયા ઊંધા લટકીને ખૂબ જ સરળતાથી ઉડી શકે છે. ચામાચીડિયા સામાન્ય રીતે અંધારી ગુફાઓમાં દિવસભર આરામ કરે છે અને રાત્રે જ બહાર આવે છે. સૂતી વખતે તેના નીચે ન પડવાનું કારણ ચામાચીડિયાના પગની ચેતા એવી રીતે ગોઠવાયેલી હોય છે કે તેમનું વજન તેમને તેમના પંજાને મજબૂતીથી પકડી રાખવામાં મદદ કરે છે.

ચામાચીડિયાની રચના પર્યાવરણ પર પણ આધાર રાખે છે. કેટલાક ચામાચીડિયાની રૂંવાટી અંગોરા જેટલી લાંબી હોય છે. તે લાલ, કાળા અને સફેદ થઈ જાય છે. થાઈલેન્ડના બમ્બલબી બેટનું વજન સૌથી ઓછું છે. ઈન્ડોનેશિયામાં જોવા મળતું બેટ તેની પાંખો 6 ફૂટ સુધી ફેલાવી શકે છે. લેટિન અમેરિકામાં જોવા મળતા 70 ચામાચીડિયા માત્ર લોહી પીવે છે. કેનેડામાં જોવા મળતા ચામાચીડિયા જંતુઓ ખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X