કૂતરાઓ રાત્રે જ કેમ ભસે છે? જાણો શું છે ખાસ કારણ?
જો તમે મોટી રાત્રે બહાર નીકળતા હોય તો તમે એક વાત ચોક્કસ નોટીસ કરી હશે. મોટાભાગના કૂતરાઓ મોટી રાત્રે ભસતા જોવા મળે છે. હવે સવાલ એ છે કે આ કુતરાઓ રાત્રે જ કેમ ભસે છે?
દુનિયામાં જ્યારે પણ વફાદાર પ્રાણીઓનું નામ આવે છે ત્યારે તે યાદીમાં સૌથી પહેલા કૂતરાઓનું નામ આવે છે. કૂતરા તેની વફાદારી માટે દુનિયાભરમાં ફેમસ છે.

કૂતરા પોતાના માલિકો માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. જો કે કેટલાક લોકો રસ્તા પર કૂતરાઓથી સૌથી વધુ પરેશાન થાય છે. આનું કારણ કૂતરાઓનું રાત્રે ભસવુ છે.
કુતરાઓ દિવસ કરતાં રાત્રે વધુ ભસતા હોય છે અને લોકો પાછળ ભાગે છે. ઠંડા હવામાનમાં કૂતરાઓનું મોટેથી ભસવું ખલેલ પહોંચાડે છે.
વાસ્તવમાં નિષ્ણાતો કહે છે કે રાત્રે અતિશય ઠંડીના કારણે કૂતરાઓ ભસતા હોય છે. અમુક સમયે તેઓ અન્ય કૂતરાઓને સંદેશો આપવા માટે પણ ભસતા હોય છે.
આ સિવાય જ્યારે તેઓને દુઃખાવો થાય છે ત્યારે તેઓ વધુ પીડા અનુભવે છે અને રાત્રે પણ ભસતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
